ભારતમાં કેમ ભેગા થઈ રહ્યા છે કેનેડા સહિત 36 દેશોના આર્મી ચીફ-ડેપ્યુટી ચીફ

PC: abplive.com

ભારતમાં મંગળવારે ઇન્ડો પેસિફિક 36 દેશોના આર્મી ચીફની બેઠક થઈ છે. તેને લઇને સેના પ્રમુખ મનોજ પાંડે કહ્યું કે હાલના વર્ષોમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રએ જિયો સ્ટ્રેટેજિકમાં પોતાનું કેન્દ્રીય સ્થાન બનાવ્યું છે. અમે કોઇ સૈન્ય ગઠબંધન પર વિચાર કરી રહ્યા નથી. આ એક્સરસાઇઝનું ઉદ્દેશ્ય કોઈ દેશ કે દેશોના સમૂહને ટારગેટ કરવાનું નથી. આ એક બહુપક્ષીય મંચ છે, જેનું ઉદ્દેશ્ય કેટલીક સામાન્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અમારું લક્ષ્ય વિશ્વાસ બનાવવાનું છે અને સહયોગ મજબૂત કરવાનું છે.

જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, શાંતિ, સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રના દેશોને સામેલ કરવાની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. હિન્દ પ્રશાંત ક્ષેત્ર માત્ર રાષ્ટ્રનું સમૂહ નથી, પરંતુ ઇન્ટરડિપેન્ડેન્સીની જાળ છે. ઇન્ડો પેસિફિક રિજનમાં ભારતની રણનીતિક સ્થિતિ એક પ્રમુખ ખેલાડીના રૂપમાં વધી રહી છે. ઇન્ડો પેસિફિક માટે ભારતનો દૃષ્ટિકોણ બધા દેશોની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતાના સન્માન પર ભાર આપે છે.

અમેરિકન સેનાના જનરલે શું કહ્યું?

તેમાં અમેરિકા સાથે સાથે કેનેડાના પણ આર્મી ચીફ સામેલ થાય છે. આ મીટિંગમાં અમેરિકન આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જે કહ્યું કે, યુક્રેન યુદ્ધથી અમારા માટે સૌથી મોટો બોધ પાર્ટનર્સ અને સહયોગી છે. મહત્ત્વપૂર્ણ એ છે કે અમે લોકો જેવી રીતે એક્સરસાઈઝ કરીએ છીએ. અને અમારા સંબંધ કેવા છે. જો કે અમે ઘણા બોધ લીધા છે જેમ કે કમાન્ડ અને કંટ્રોલ, મોબાઈલ ફોર્સ અને લાંબી દૂરીની ફાયર રેન્જ. ચીનના વિસ્તારને લઈને US જનરલે કહ્યું કે, આ ક્ષેત્ર અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. આખી  દુનિયામાં અમારી સેના છે. અમે અહી પ્રતિબદ્ધતાની તાકત માટે એકત્ર થયા છીએ.

ઇન્ડો પેસિફિક રિજનના 36 દેશોના આર્મી ચીફ આજે ગાંધી સ્મૃતિની મુલાકાત લેશે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલે જણાવ્યું કે, ડેલિગેશન પ્રદર્શની વિઝિટ કરશે અને એ રૂમને જોશે, જ્યાં ગાંધીજીએ પોતાના જીવનના અંતિમ 144 દિવસ વિતાવ્યા હતા. તેમણે સોમવારે કહ્યું કે, આ યાત્રા ભારતમાં આયોજિત બે દિવસીય ઇન્ડો પેસિફિક સેના પ્રમુખોના સંમેલનનો હિસ્સો છે. આ ડેલિગેશન ગાંધીજીની હત્યા સ્થળ શહીદ સ્તંભ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ આગામી સેના પ્રમુખોને હસ્તનિર્મિત ખાદી સ્ટોલ અને ગાંધીની આત્મકથા ભેટ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp