જ્યારે તિરંગામાં લપેટાયેલા પિતાને જોઈ રહી હતી 2 મહિનાની માસૂમ, કહાની વીર શહીદોની

PC: aajtak.in

જમ્મુ-કશ્મીરના અનંતનાગ જિલ્લાના આતંકવાદીઓ સાથે બે બે હાથ કરતા ભારતના 3 વીર જવાન શહીદ થઈ ગયા. ખાસ વાત એ છે કે આ ત્રણેય પરિણીત હતા. કોઈ માસૂમ બાળક ઘર પર પિતાની રાહ જોઈ રહ્યું હતું, તો એક ઘરમાં જ રક્ષાબંધન પર બહેનોના એકમાત્ર ભાઈને યાદ કર્યા હતા. સ્થિતિ એવી છે કે એક શહીદના ઘર પર અત્યારે પત્નીને જાણકારી પણ આવામાં આવી નથી.

હાલમાં વિસ્તારમાં સુરક્ષાબળોની કાર્યવાહી ચાલી રહી છે. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સેનાના બે અધિકારી કર્નલ મનપ્રીત સિંહ, બટાલિયનના કમાન્ડર મેજર આશિષ ધોનૈક અને DSP હુમાયું ભટ્ટ છે. હવે જાણીએ તેમના વ્યક્તિગત જીવન બાબતે. આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનના લીડર કર્નલ મનપ્રીત સિંહ હતા. તેઓ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ચીફ અધિકારી પણ હતા. ખાસ વાત છે કે અત્યાર સુધી વ્યવસાયે શિક્ષિકા તેમની પત્ની જગમીત કૌરને પતિની શહીદીની જાણકારી આપવામાં આવી નથી. તેમને કહેવામાં આવ્યું છે કે મનપ્રીત ઇજાગ્રસ્ત થયો છે. તેમના ઘર પર 6 વર્ષનો દીકરો અને 2 વર્ષની માસૂમ દીકરી છે.

બધા હાલમાં પોતાના નાના-નાનીના ઘર પર છે. કર્નલ મનપ્રીત પંચકુલાના સેક્ટર-26ના રહેવાસી હતા. મેજર આશિષ ધોનૈક 3 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. તેમને આ વર્ષે જ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 વર્ષ અગાઉ જ તેઓ પોસ્ટિંગ પર મેરઠથી જમ્મુ આવ્યા હતા. હરિયાણાના પાનીપત જિલ્લાના રહેવાસી મેજર ધોનૈકના ઘર પર એક 2 વર્ષની દીકરી છે. હાલમાં તેનો આખો પરિવાર સેક્ટર-7માં રહે છે. પિતા IG પદથી રિટાયર્ડ થયા, બે મહિનાની દીકરી અને પ્રોફેસર પત્ની. આવો છે અનંતનાગમાં શહીદ થનારા DSP હુમાયુ ભટ્ટનો પરિવાર, જેમને ઇજાગ્રસ્ત થયા બાદ વધારે લોહી વહી જવાના કારણે જીવ ગુમાવવો પડ્યો. 

પુલવામા જિલ્લાનો આ પરિવાર હુમહામા વિસ્તારની એક કોલોનીમાં રહે છે. બુધવારે સાંજે હુમાયું ભટ્ટનું શબ તિરંગામાં લપેટાયું, જ્યારે તે ઘરે પહોંચ્યું, તો પત્ની પોતાની દીકરીને ખોળામાં લઈને હતી અને હુમાયું ભટ્ટની શહીદી પર ગર્વ કરી રહી હતી. એવા સમાચાર છે કે મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અને મોડી રાત્રે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp