વરરાજાએ ચાંદલામાં મળ્યા 11 લાખ પરત કર્યા, એક રૂપિયો અને નારિયેલમાં કર્યા લગ્ન

PC: aajtak.in

રાજસ્થાનના નાગોર જિલ્લાના હુડિલ ગામમાં થયેલા લગ્નમાં અનોખી ઘટના જોવા મળી. ચાંદલામાં આપવામાં આવેલા 11 લાખ 51 હજાર રૂપિયા વરરાજાએ પરત કરી દીધા તો કન્યાના પિતાની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા. વરરાજાએ શગૂનના રૂપમાં માત્ર 1 રૂપિયો અને નારિયેળ લીધું. આ નજારો જોઈને બધા ચકિત રહી ગયા. આ લગ્ન ગામ જ નથી, આસપાસના ક્ષેત્રોમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. જૈતારણ તાલુકાથી સાંગાવાસ તંવરોની ઢાણીના રહેવાસી અમર સિંહ તંવરના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ નાગોર જિલ્લાના હુડિલ ગામની રહેવાસી પ્રેમ સિંહ શેખાવતાની દીકરી બબીતા કંવર સાથે થયા હતા.

અહીં અમર સિંહ તંવરે કહ્યું કે, તેને કરિયાવર જોઈતું નથી. રાજપૂત સમાજના લોકો સહિત બધાએ આ પહેલના વખાણ કર્યા. તંવરોની ઢાણી સાંગાવાસથી અમર સિંહ તંવરની જાન હુડિલ જિલ્લા નાગોર ગામે ગઈ હતી. ત્યાં ચાંદલાની રીત માટે 11 લાખ 51 હજાર રૂપિયા ભેટ આપવામાં આવ્યા હતો, પરંતુ તંવર રાજપૂત સમાજને સંદેશ આપવા માટે ચાંદલાની રીતને પાછી કરી દેવામાં આવી. તેમના પરિવારમાં ભંવર સિંહ તંવર આર્મી અધિકારીના પુત્ર અમર સિંહ તંવર આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવે છે.

અમર સિંહ વર્તમાનમાં ઉત્તરાખંડના દેહરાદૂન ક્ષેત્રમાં જવાન પદ પર કાર્ય કરે છે, તેમનો પરિવાર 3 પેઢીઓથી સૈનિકના રૂપમાં કાર્ય કરતા દેશ સેવા કરી રહ્યો છે. ચાંદલાને પરત કરનારા અમર સિંહના પિતા ભંવર સિંહ આર્મીમાં સૂબેદાર મેજ હતા અને દાદા બહાદૂર સિંહે પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ 1971 અને ભારત-ચીન યુદ્ધ 1965માં દેશની સેવા કરી હતી. તંવર રાજપૂત સમાજ તરફથી સમસ્ત રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી કે, સમાજ ચાંદલાની પ્રથાને બંધ કરે, જેથી કોઈ ગરીબ પરિવાર છોકરી ભાર ન બને.

તેમણે જણાવ્યું કે, જ્યારે હુડિલ નાગોરમાં પ્રેમ સિંહ શેખાવતની પુત્રી બબીતા કંવરના લગ્નના અવસર પર ચાંદલાની રીતને પરત મોકલી તો છોકરીના પિતાની આંખમાં આંસુ છલકાઈ પડ્યા. તો સમાજના લોકોએ તાળીઓ વગાડીને સ્વાગત કર્યું. રવીન્દ્ર તંવરે જણાવ્યું કે, અમર સિંહ 3 બહેનોનો એકમાત્ર ભાઈ છે. તેઓ સેનામાં જવાન તરીકે અત્યારે દેહરાદૂનમાં કાર્યરત છે. તેમના પિતા ભંવર સિંહ આર્મીમાં સૂબેદાર મેજર હતા. તેમના સ્વર્ગીય દાદા બહાદુર સિંહ તંવર પણ સેનામાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp