બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જારી કરાયુ, કોર્ટનો આદેશ

PC: peakpx.com

લગભગ 13 વર્ષ પહેલા બોલિવુડ અભિનેતા સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અને કેટરીના કૈફની હમશકલ તરીકે ઓળખાતી બોલિવુડ અભિનેતી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.એઅક ઇવેન્ટ કંપનીની ફરિયાદને પગલે કોર્ટના આદેશ પર ઝરીનને વોરંટ મોકલાયું છે.

કોલકાત્તાની સિયાલદેહ કોર્ટે બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. એક ઇવેન્ટ કંપનીએ ઝરીન સામે ફરિયાદ નોંધાવી હતી.

અભિનેત્રી ઝરીન ખાન સામે વર્ષ 2018માં 6 આયોજનોમાં સામેલ ન થવાને કારણે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઝરીન ખાને કોલકાતાતાના 24 પરગણમાં આયોજિત મા કાલીની પૂજાના 6 કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું, પરંતુ તે હાજર રહી નહોતી. આ બાબતે ઇવેન્ટ કંપનીએ નારકેલાડાંગા પોલીસ સ્ટેશનમાં ઝરીન ખાન સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.પોલીસે ચાર્જશીટમાં કહ્યું કે મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

ઝરીન ખાને બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મને કારણે ઝરીનને બોલિવુડમાં સારી નામના મળી હતી. પરંતુ થોડા સમય પછી દર્શકોએ ઝરીનના કામને બદલે દેખાવની સરખામણી કેટરીના કૈફ સાથે કરવા માંડી હતી. એ પછી ધીમે ધીમે ઝરીન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ થઇ ગઇ છે. છેલ્લાં લાંબા સમયથી ઝરીન બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી નથી.

કેટરીના સાથે પોતાની તુલના થવા પર ઝરીને એકવાર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે મારી સરખામણી કેટરીના સાથે કરવામાં આવે છે ત્યારે મને ઘણી ખુશી થાય છે. કારણકે હું પોતે કેટરીનાની જબરદસ્ત પ્રસંશક છું અને તેણી મને ખુબ જ સુંદર લાગે છે. ઝરીનાએ આગળ કહ્યુ હતું કે, પરંતુ આ સરખામણી અસર મારી કારકિર્દી પર ઉંધી પડી છે. કેટરીનાની હમશકલ માનીને લોકોએ મને મારું કૌશલ્ય સાબિત કરવાનો મોકો ન આપ્યો.

ઝરીન ખાનનો જન્મ અફઘાનિસ્તાનના એક રૂઢિચૂસ્ત પરિવારમાં થયો હતો, પરંતુ એ પછી તે મુંબઇ આવી ગઇ હતી. ઝરીન ખાન વર્ષ 2018માં મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી જ્યારે તેની કાર સાથે પાછળથી આવેલા એક બાઇક સવારે ટક્કર મારી હતી અને તેમાં બાઇક સવારનું મોત થયું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp