ગુજરાતમાં CM કેજરીવાલની મોટી જાહેરાત, આ સીટ પર જાહેર કરી દીધા લોકસભાના ઉમેદવાર

PC: twitter.com

ભરૂચમાં આજે CM અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી માટે ભરૂચની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરતા CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દોસ્તો, આજે હું એલાન કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ભરૂચમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે. ભાજપ આદિવાસી સમાજની વિરુદ્ધ છે. છેલ્લા 30 વર્ષોમાં ભાજપે આદિવાસી સમાજને કંઈ ન આપ્યું નથી.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું હતું કે, આજે અમે બધુ કામ છોડીને તમને લોકોને મળવા આવ્યા છીએ. કાલે અમે જેલમાં ચૈતર વસાવાને મળવા જઈશું. તમારા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે. આદિવાસી સમાજના નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. ચૈતર વસાવા મારા નાના ભાઈ જેવા છે. આમ આદમી પાર્ટી અમારો એક પરિવાર છે. પરંતુ સૌથી મોટી દુખીની વાત એ છે કે, ચૈતર વસાવાની પત્નીની પણ આ લોકોએ ધરપકડ કરી લીધી ચે. શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની છે, પરંતુ આપણા સમાજના વહુ છે. આ લોકોએ આપણા સમાજની વહુની ધરપકડ કરી લીધી છે. આ આખા આદિવાસી સમાજ માટે અપમાનની વાત છે. હું તમને લોકોને પૂછવા માગું છું કે, શું આ અપમાનનો બદલો લેશો કે નહીં?

CM કેજરીવાલે કહ્યું કે, જૂના જમાનામાં ડાકૂઓ હતા, એ ડાકૂઓનો ઈમાન ધર્મ હતો. કોઈ ગામમાં ધાડ મારવા જાય તો તેઓ ગામની દીકરીઓને નહોતા છેડતા. ભાજપ વાળા ડાકૂઓથી ખરાબ છે. તેમણે આપણી વહુની ધરપકડ કરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા પહેલા તેમણે ટ્વીટ પણ કરી હતી કે, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે એક ખોટા કેસમાં કેટલાય દિવસોથી જેલમાં નાખ્યા છે. આજે હું અને ભગવંત માન ગુજરાત જઈ રહ્યા છીએ. તેમના વિસ્તારમાં લોકોથી મળીશું અને કાલે અમે તેમને જેલમાં મળવા જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp