CBI સમન્સ બાદ બોલ્યા CM- જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં

PC: indiatvnews.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કેસમાં CBI અને EDની કાર્યવાહીને લઈને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનિષ સિસોદિયા વિરુદ્ધ CBI અને EDને અત્યાર સુધી એક પુરાવા મળ્યા નથી. એ છતા ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. આ દરમિયાન CBIના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે જ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં.

અરવિંદ કેજરીવાલે CBI દ્વારા સમન્સ પાઠવવા પર કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં જે દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલ્યો હતો, એ જ દિવસે હું જાણી ગયો હતો કે આગામી નંબર મારો હશે. છેલ્લા 75 વર્ષોમાં કોઈ પણ પાર્ટીને AAPની જેમ નિશાનો બનાવવામાં આવી નથી. અમે લોકોમાં સારા શિક્ષણની આશા વ્યક્ત કરી છે, તેઓ આ આશાને સમાપ્ત કરવા માગે છે. કાલે CBIએ મને બોલાવ્યો છે અને હું નિશ્ચિત રૂપે જઈશ. જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ પણ ઈમાનદાર નથી.

જો ભારતીય જનતા પાર્ટી (BJP)એ મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે તો જાહેર રીતે CBI તેમના નિર્દેશોનું પાલન કરશે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, CBI, EDએ આબકારી નીતિ કેસમાં કોર્ટમાં ખોટી એફિડેવિટ દાખલ કરી, તેઓ મનિષ સિસોદિયા અને મારી વિરુદ્વ જુબાની આપવા માટે લોકો પર અત્યાચાર કરી રહી છે. ED, CBIએ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો, તેમણે 400 કરતા વધુ છાપેમારી કરી, પરંતુ આ રકમ ન મળી.

દિલ્હી આબકારી નીતિ ઉત્કૃષ્ટ હતી, તે ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દે છે. ભાજપ માટે ભ્રષ્ટાચાર કોઈ મુદ્દો નથી અને તેનું ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારની તપાસ કરાવાવનું છે જ નહીં. તેના નેતા પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. એ વાત ભાજપના નેતા સત્યપાલ મલિકે જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના 14 ફોન તોડી દીધા. પછી ED કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેની પાસે છે અને CBI કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારૂ કૌભાંડ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp