કેજરીવાલ બોલ્યા- કેન્દ્ર સરકાર પોતાનું કામ કરે અને બીજાને પણ કરવા દે, પણ તે...

PC: outlookindia.com

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર પર રાજ્યો, ન્યાયાધીશો, ખેડૂતો અને વેપારીઓ સહિત બધા સાથે ઝઘડો કરવાનો આરોપ શનિવારે લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશોની વરણી સાથે સંબંધિત કોલેજિયમ પ્રણાલીના સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણ પર સરકારને બીજાઓના કામમાં દખલઅંદાજી ન કરવાની સલાહ આપી છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કે, ‘કેન્દ્ર સરકાર બધા સાથે ઝઘડો કેમ કરે છે?’

તેમણે આગળ કહ્યું કે, ‘ન્યાયાધીશો સાથે, સુપ્રીમ કોર્ટ સાથે, રાજ્ય સરકારો સાથે, ખેડૂતો સાથે, વેપારી સાથે? સૌની સાથે ઝઘડો કરવાથી પ્રગતિ નહીં થાય. તમે પોતાનું કામ કરો, બીજાઓને કામ કરવા દો. બધાના કામમાં દખલઅંદાજી ન કરો.’ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીનું શાસન અને અધિકાર ક્ષેત્ર સંબંધિત અલગ અલગ મુદ્દાને લઇને કેન્દ્ર દ્વારા વરણી કરાયેલા ઉપરાજ્યપાલ સાથે ઘણી વખત ઘર્ષણ થઇ ચૂક્યું છે. અરવિંદ કેજરીવાલ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગયા મહિના શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવામાં કથિત મોડું થવાને લઇને રાજ નિવાસ સુધી માર્ચ કાઢી હતી.

તેમણે કેન્દ્ર પર સરકારોને પાડવા અને ધારાસભ્યોની ખરીદી માટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. EDએ દિલ્હીમાં કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે હાલમાં જ આરોપ પત્ર દાખલ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનારા રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હી સરકાર સંશોધન અધિનિયમ (GNCTD)ને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અત્યાર સુધી નિર્ણય સંભળાવ્યો નથી.

અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર દ્વારા વર્ષ 2021માં લાવવામાં આવેલા GNCTD સંશોધન અધિનિયમની નિંદા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે કોર્ટ તેને અસંવૈધનિક જાહેર કરી દેશે. દિલ્હીમાં તથા કથિત દારૂ કૌભાંડમાં ભાજપે અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ હલ્લા-બોલ કર્યો હતો. આમ આદમી પાર્ટીની ઓફિસ સામે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. અરવિંદ કેજરીવાલ પર ભાજપનો સીધો આરોપ છે કે, દારૂ કૌભાંડ અરવિંદ કેજરીવાલની જાણકારીમાં થયો છે. તેને લઇને શનિવારે ભાજપે જોરદાર પ્રહાર કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp