હસ્તમૈથુન બાદ હવે ઓરલ સેક્સનો વીડિયો વાયરલ, મેટ્રોમાં આવું કેમ થઈ રહ્યું છે

PC: hindustantimes.com

દિલ્હી મેટ્રોમાં થઈ રહેલી અશ્લીલ હરકતો બંધ થવાનું નામ લઈ રહી નથી. મોટા ભાગે મેટ્રોના એવા વાયરલ વીડિયો સામે આવી રહ્યા છે જે દિલ્હી સાથે સાથે મેટ્રોમાં સફર કરનારા મુસાફરોને પણ શરમાવે છે. ભીડવાળી મેટ્રોની અંદર ખુલ્લેઆમ કરવામાં આવી રહેલી એવી કરતૂકોએ સામાન્ય મુસાફરોનું મુસાફરી કરવાનું મુશ્કેલ કરી દીધું છે. રિપોર્ટ્સ મુજબ, ગુરુવારે એક યુવક દ્વારા મેટ્રોમાં હસ્તમૈથુન કરવાનો વીડિયો સામે આવ્યા બાદ હવે છોકરી દ્વારા ટ્રેનની અંદર ઓરલ સેક્સ કરવાનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અચંબાની વાત એ છે કે, ઠેર ઠેર CCTV કેમેરા અને ઠેર ઠેર સુરક્ષાની સખત વ્યવસ્થા હોવા છતા DMRC અને દિલ્હી પોલીસ એવી હરકતો પર રોક લગાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વાયરલ વીડિયોમાં મેટ્રોમાં સવાર એક કપલ ખૂબ જ શરમજનક હરકત કરતું દેખાઈ રહ્યું છે. પીઠ પર કાળો બેગ લટકાવીને જીન્સ અને જેકેટ પહેરેલી છોકરી પોતાના ઘૂંટણો પર બેસીને પોતાના પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરતી નજરે પડી રહી છે. ટ્વીટર પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે, પરંતુ અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી.

વીડિયો શેર કરતા લોકો એવી માગ કરી રહ્યા છે કે પોલીસ સખત કાર્યવાહી સુનિશ્ચિત કરે નહિતર એવા અન્ય વીડિયો પણ સામે આવશે. આ પ્રકારનો અન્ય એક વીડિયો ગુરુવારે સામે આવ્યો હતો, જેમાં એક યુવક મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતો નજરે પડી રહ્યો છે. 27 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે મેટ્રો કોચમાં એક યુવતી-યુવક સાથે બેઠા છે. તો યુવતીની બરાબર બાજુમાં બેઠો બીજો યુવક મોબાઇલમાં કોઈ વીડિયો જોતા સીટ પર હસ્તમૈથુન કરવા લાગે છે.

દિલ્હી મહિલા આયોગ (DCW)એ મેટ્રોમાં હસ્તમૈથુનની ઘટનામાં દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોને નોટિસ જાહેર કરીને કાર્યવાહી કરવા કહ્યું છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને દિલ્હી મેટ્રોમાં બેશરમીથી માસ્ટરબેટ કરતો જોઈ શકાય છે. આ ખૂબ જ શરમજનક અને ખરાબ છે. હું દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોને આ શરમજનક કૃત્ય વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે નોટિસ જાહેર કરી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp