નિવૃત્ત થતા જ મોજ મજા કરવા નીકળી પડ્યો, બાળકોને એક પૈસો નહીં આપું, જાતે કમાશે

PC: hindi.news18.com

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ અઢળક પૈસા કમાય જેથી તેમના બાળકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ માટે તે સખત મહેનત કરે છે. વેપાર ધંધો કરવા વાળા રાત દિવસ ધંધાને વિકસાવવા માટે મહેનત કરતા હોય છે, જેથી કરીને તેના બાળ બચ્ચા ને કઈ તકલીફ ન પડે. નોકરી કરવાવાળા લોકો જેમ બને તેમ વધારે પૈસા પોતાની પાસે આવે તેમ સખત મહેનત કરતા હોય છે. પોતે જિંદગીભર મોજમજા કર્યા વગર ફક્ત પૈસા કમાવવા પાછળ પડ્યા રહેતા હોય છે. જેથી પોતાના બાળકોને જીવનમાં કોઈ તકલીફ ન પડે. ઘણી વખત નોકરી કરતા લોકો નિવૃત્ત થયા પછી પણ નોકરી કરવા માંગે છે. કોઈ સ્ટોર્સમાં કામ કરે છે.

કેટલાક એવો ધંધો શરૂ કરે છે જેથી બાળકોને પાછળથી કોઈ તકલીફ ન પડે. પોતાની આખી જિંદગી બાળકોને ઉછેરવામાં કાઢી નાખી હોય અને જો તે બાળકો સંસ્કારી નીકળ્યા હોય તો સારું, જો બાળકોનો વ્યવહાર માં-બાપ પ્રત્યે બરાબર ન હોય તો માં બાપ દુઃખી થઇ જાય છે, અને ઘણી વખત જીવનમાં એવા નિર્ણયો લેવા પડતા હોય છે કે જે પોતાના માટે તો સારા હોય છે પણ સામાજિક દ્રષ્ટિએ વ્યવહારુ હોતા નથી. પરંતુ આવા નિર્ણયો લેવા માટે તેમની જિંદગીનો અનુભવ તેમને શીખવાડતો હોય છે. અહીં આવી એક વ્યક્તિ નિવૃત્ત થતાંની સાથે જ આનંદ માણવા નીકળી પડ્યો હતો. તે બાળકોને એક પૈસો પણ આપવા માંગતો નથી. તેની વાતો સાંભળીને લોકો દંગ રહી ગયા છે. પરંતુ ઘણા લોકોને આ આઈડિયા મજાનો લાગી રહ્યો છે.

હરિયાણામાં રહેતા ધરમવીર નામના આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે પૂલમાં નહાતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું, નિવૃત્તિ પછી હું આવા જીવનની કલ્પના કરતો હતો. મારા બાળકો એવી છાપ હેઠળ હતા કે, હું તેમના માટે પૈસા છોડીશ, પરંતુ હું તેમને એક પૈસો પણ આપીશ નહીં. તમે તમારી જાતે કેમ કમાઈ શકતા નથી? મેં કઈ તેમનો ઠેકો નથી લીધો છે. હું મારા પૈસાથી મોજ કરીશ. આ વીડિયો જોતા જ વાયરલ થયો હતો.

ઈન્સ્ટાગ્રામ પર ધરમવીરના 41 હજાર ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર આવા વીડિયો પોસ્ટ કરતો રહે છે અને તે ઘણો પોપ્યુલર છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઘણા વીડિયો છે. આ વીડિયો પણ એટલો પોપ્યુલર થયો કે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, આ આઈડિયા મજેદાર છે. ભણાવી ગણાવીને મોટા કર્યા, હવે જાતે કમાઓ, પિતાના પૈસા પર કેટલો સમય ચાલશો. પરંતુ તેની વાત ઘણા લોકોને પસંદ ન પડી.ઘણા લોકોએ પૂછ્યું કે, જ્યારે ઠેકો લેવો જ ન હતો તો, તેમને જન્મ જ કેમ આપ્યો?

 
 
 
View this post on Instagram

A post shared by Monk In A Club (@dharambir_haryana)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp