નવી બાઇક વારંવાર ખરાબ થતા યુવકે શોરૂમની સામે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી

PC: bhaskar.com

બિકાનેરમાં એક બાઇક શોરૂમની સામે એક યુવકે પોતાની નવી બાઇકને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. એમાં થયું એવું કે, આ યુવકે 6 મહિના પહેલા જ ખાજુવાલામાં સ્થિત હીરો કંપનીના શોરૂમમાંથી બાઇકની ખરીદી કરી હતી. જે વારંવાર બગડતી જતી હતી. તેનાથી પરેશાન યુવક સોમવારે સવારે બાઇક લઇને શોરૂમની સામે પહોંચ્યો હતો. પછી તે ગાડીને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ઘટનાની નજીક એક સરકારી હોસ્પિટલ પણ છે. આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોમાં  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ક્રિષ્ના હીરોઝ શોરૂમના ડાયરેક્ટર શુભકરણ ગેહલોતે કહ્યું, મહાવીરના પુત્ર શિવશંકરે પાછલાં મહિનાઓ દરમિયાન તેમની પાસેથી એક બાઇક ખરીદી હતી. એક દિવસ પહેલા જ તેણે બાઇકમાં ખરાબી હોવાની ફરિયાદ કરી હતી. તેને સોમવારે બાઇક શોરૂમ પર લઇ આવવા જણાવ્યું હતું. સવારે 10 વાગે તે બાઇક લઈને આવ્યો ત્યારે તેની સાથે અન્ય ત્રણ-ચાર છોકરાઓ પણ હતા. શોરૂમની અંદર બે લોકો હતા. બે બહાર હતા. દરમિયાન એકે બાઇક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે આજુબાજુની બાઇકો પણ બળી શકતી હતી, પરંતુ કોઈક રીતે તેને દૂર કરવામાં આવી હતી. મહાવીરની બાઇકમાં પેટ્રોલ ભરેલું હતું, જે તરત જ આગની લપેટમાં આવી ગયું હતું. થોડી જ વારમાં બાઇક બળીને રાખ થઇ ગયું હતું.

તપાસ કરતા જાણવા મળ્યું કે, મહાવીરે 27 ઓક્ટોબર 2022ના રોજ ખાજુવાલાની ક્રિષ્ના હીરો એજન્સી પાસેથી એક્સ્ટ્રીમ 160 બાઇક ખરીદી હતી. તેની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા છે. બાઇકના એન્જિનમાં વારંવાર સમસ્યા આવી રહી હતી. જેના કારણે ગાડીનો માલિક મહાવીર પરેશાન થઇ ગયો હતો. તેણે અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ શોરૂમ સંચાલકનું કહેવું છે કે ભૂતકાળમાં કોઈ ફરિયાદ મળી નથી.

બાઇક સળગાવવામાં મહાવીરનો મિત્ર મનજીત પણ તેની સાથે આવ્યો હતો. મનજીતે પણ બાઇક સળગાવી દીધી હતી. બાઇક માલિક મહાવીર પોતે મનજીતની દુકાન પર વેલ્ડીંગનું કામ કરે છે. પોલીસ હવે બંને સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

સરકારી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)એ સ્થળની નજીક જ છે, જ્યાં બાઇકમાં આગ લગાવવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાં એક લેબ પણ છે. જ્યાં વિવિધ પ્રકારના રસાયણો રહે છે. આવી સ્થિતિમાં આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો હોસ્પિટલની બહાર આવી ગયા.

બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાઇકને આગ લગાવ્યા બાદ મહાવીર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તેને પકડવા માટે દરોડા પણ ચાલુ છે. બીજી તરફ શોરૂમ સંચાલક પણ પોલીસ મથકે પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp