આસારામનું ટ્રસ્ટ મનોજ વાજપેયીની ફિલ્મથી નારાજ, લીગલ નોટિસ મોકલી

PC: bollywoodhungama.com

મનોજ વાજપેયીની ‘બંદા’ નામની ફિલ્મ આવી રહી છે. 8મી મેના રોજ ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થયું છે. રીલિઝ પહેલા જ આ ફિલ્મ મુશ્કેલીમાં પડી ગઇ છે. ફિલ્મના મેકર્સ અને મનોજ વાજપેયીને આસારામ ટ્રસ્ટ તરફથી લીગલ નોટિસ મળી ગઇ છે. આસારામના વકીલે કોર્ટ પાસે માગ કરી છે કે, આ ફિલ્મની રીલિઝ અને તેની પ્રમોશનલ એક્ટિવીટિઝ પર જલ્દીથી જલ્દી રોક લગાવવામાં આવે.

‘બંદા’ની સ્ટોરી એક 16 વર્ષની છોકરી વિશે છે. જેને દેશના ચર્ચિત સાધુએ મોલેસ્ટ કરી છે. એ છોકરીને ન્યાય અપાવવા માટે પી સોલંકી નામનો વકીલ કેસ લડવા માટે તૈયાર થાય છે. કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. હવે આસારામ ટ્રસ્ટે આ ફિલ્મ વિરૂદ્ધ એક્શન લીધું છે. તેના વકીલનું કહેવું છે કે, આ ફિલ્મથી તેમના ક્લાયન્ટની છબિ ખરાબ થઇ રહી છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આસિફ શેખને આ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ ફિલ્મ માટે રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. તો જેણે જે પણ કહેવું હોય કે જે પણ વિચારવું હોય તે વિચારે.

આસિફે કહ્યું કે, હા અમને લીગલ નોટિસ મળી છે. હવે અમારા વકીલ નક્કી કરશે કે આગળ શું કરવાનું છે. અમે પી સી સોલંકીની બાયોપિક બનાવી છે. અમે આ સ્ટોરીના રાઇટ્સને ખરીદ્યા છે. હવે જો કોઇ એમ કહે કે આ તેની સ્ટોરી છે, તો હવે તેણે જે કહેવું હોય તે કહે અને જે વિચારવું હોય તે વિચારે. અમે એ લોકોને તો નથી રોકી શકતા. આ ફિલ્મ જ્યારે આવશે, તો આખું સત્ય ખબર પડી જશે.

મનોજ વાજપેયીની આ ફિલ્મ ન્યુ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે. ન્યુ યોર્કમાં થનારા ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયી પણ શામેલ થશે. ‘બંદા’માં મનોજ વાજપેયી સાથે જય હિંદ કુમાર, અદ્રિજા, નિખિલ પાંડે, પ્રિયંકા સેટિયા, વિપિન શર્મા અને સૂર્ય મોહન કુલશ્રેષ્ઠ જેવા એક્ટર્સે કામ કર્યું છે. અપૂર્વ સિંહે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. જે આ પહેલા સાસ, બહુ, અચાર પ્રાઇવેટ લિમિટેડ, ફ્લેમ્સ અને ધ આમ આદમી ફેમિલી જેવી સીરીઝ બનાવી ચૂક્યા છે. ફિલ્મ 23મી મેના રોજ ઝી5 પર રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp