સોશિયલ મીડિયા પર આટલા ફોલોઅર્સ થવા પર તમને પણ માનવામાં આવશે સેલિબ્રિટી

PC: proex.co.in

જો તમે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર છો અને તમારા 5 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે તો તમે કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. ASCI એટલે કે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, જે ઇન્ફ્લૂએન્સરના 5 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે અને વાર્ષિક આવક 40 લાખ કરતા વધુ હોય, તેમને એડવર્ટાઇઝમેન્ટ માટે સેલિબ્રિટી માનવામાં આવશે. ASCI એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીની એક સેલ્ફ રેગ્યૂલેટરી બોડી છે.

ASCIએ 10 ઑગસ્ટના રોજ કહ્યું કે, સેલિબ્રિટી કોણ છે અને તેની પરિભાષાને મોટી કરવામાં આવી છે અને તેના કોડનું પાલન કરવા જરૂરી છે. તેમણે કહ્યું કે, સેલિબ્રિટીઝને કોઈ બ્રાન્ડનું સમર્થન કરવા માટે સાઇન અપ કરવા અગાઉ ઘણી વાતોનું પાલન કરવાનું હોય છે અને ASCI દ્વારા બોલાવવા પર તેના પુરાવા પણ રજૂ કરવાના હોય છે અને બેન કરવામાં આવેલી વસ્તુઓનું વેચાણ કરવાનું નથી.

કેમ બનાવ્યા સેલિબ્રિટી?

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, ASCIએ કહ્યું કે, સેલિબ્રિટીની પરિભાષાને બનાવવી આવશ્યક થઈ ગઈ હતી કેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર્સએ મોટા પ્રમાણ પર પોતાની ચેનલ્સ ક્રિએટ કરી છે. સંખ્યા વધી છે અને એન્ફ્લૂએન્સર્સ લોકોને મોટી સંખ્યામાં પ્રભાવિત કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક રૂપે સેલિબ્રિટિઝ જે બ્રાન્ડ્સને ક્રેડિબિલિટી આપી શકે છે અને મોટી સંખ્યામાં લોકોને એનફ્લૂએન્સ કરી શકે છે. તેને મોટા પ્રમાણ પર પોપ્યુલર એક્ટર્સ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના રૂપમાં માનવામાં આવશે.

ASCIએ આગળ કહ્યું કે, આટલા નિયમ બનાવ્યા બાદ પણ તેને તોડવા ખૂબ સરળ છે. નાણાકીય વર્ષ 2022-23માં ASCI તરફથી સેલિબ્રિટીઝની 500 કરતા વધુ ભ્રામક એડ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. ASCIના ચીફ એક્ઝિક્યૂટિવ મનીષા કપૂરે કહ્યું કે, આપણી પાસે ઘણી પર્સનાલિટીઝ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને પોપ્યુલર છે અને તેમનું કન્ઝ્યૂમર્સ સાથે એક કનેક્શન હોય છે. કન્ઝ્યૂમર તેમના પર ભરોસો કરે છે. ફેમસ પર્સનાલિટીઝ કન્ઝ્યુમર્સની પૈસા ખર્ચ કરવાની આદતોને પ્રભાવિત પણ કરે છે એટલે કન્ઝ્યૂમર્સની સુરક્ષા કરવી જરૂરી છે.

એન્ફ્લૂએન્સર કોણ હોય છે?

કોઈને પોતાની કોઈ કળા અને કન્ટેન્ટથી ઇન્ફ્લુએન્સ કે એન્ગેજ કરનાર લોકોને ઇન્ફ્લૂએન્સર કહેવામાં આવે છે. તેનાથી સોશિયલ મીડિયા પર તેમના કન્ટેન્ટની રીચ વધે છે. રીચ વધે છે, તો ફોલોઅર્સ વધે છે. બ્રાન્ડ્સ સાથે કામ મળે છે. ઇન્ફ્લૂએન્સર્સના ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, મોજ જેવા ઘણા પ્લેટફોર્મ પર અકાઉન્ટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp