સુધરી જાઓ નહીં તો જેલ મોકલી આપીશ-મંત્રીએ અધિકારીને આપી ધમકી

PC: jagran.com

બિહાર સરકારના ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીએ ખુલ્લેઆમ એક અધિકારીને ફટકાર લગાવી દીધી. મંત્રીએ કહ્યું કે, તમારી ઘણી ફરિયાદો આવી રહી છે. સુધરી જાઓ...નહિતર કેસ દાખલ કરી જેલ મોકલી આપીશું. મંત્રીનો આ રીતે સૌની સામે અધિકારીને ફટકાર લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રભારી મંત્રી અલીગંજના અંચર અધિકારી અરવિંદ કુમારને ફટકાર લગાવતા નજર આવી રહ્યા છે.

પ્રભારી મંત્રી રવિવારે અલીગંજમાં એક વિકાસ શિવિરના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અંચલ અધિકારી અરવિંદ કુમાર પર તેમની નજર પડી. મંત્રી જિલ્લા પદાધિકારી અવનીશ કુમાર બાજુ જાય છે અને કંન્ફર્મ કરવા પૂછે છે કે આમની જ ફરિયાદ આવે છે ને!!

જિલ્લાધિકારી હા પાડતા કશુ કહે છે અને મંત્રી સીઓ પર ભડકી જાય છે. મંત્રી સીઓને પૂછે છે કે, સરકાર તમને પગાર નથી આપતી કે શું? ત્યાર પછી સીઓના સુધરવાની ધમકી આપતા કહે છે કે, જેલ મોકલ્યા પછી સરકાર સરકાર પ્રપત્રનું ગઠન થતું રહેશે. ગુસ્સામાં મંત્રી વારે વારે બોલે છે કે તમારી ઘણી ફરિયાદ મળી છે.

જનતાને હેરાન ન કરો! આ લાસ્ટ વોર્નિંગ

ડીએમને પૂછ્યા પછી અશોક ચૌધરી તે અધિકારીને કહે છે, સરકારના રૂપિયાથી પેટ નથી ભરાતું? જેલ જવું છે તમારે...કેટલા દિવસ થઇ ગયા છે. જેલ જવા માગો છો. કેટલી ફરિયાદો છે તમારી. સરકાર પગાર આપે છે ને, તેનાથી ધરાતા નથી. ગેરસમજમાં ન રહેતા, ખોટું કામ કરશો FIR પણ દાખલ કરાવીશ અને ધરપકડ કરાવી જેલ પણ મોકલીશ. જનતાને હેરાન ન કરો. આ છેલ્લી વોર્નિંગ છે.

આ દરમિયાન મંત્રી સુમિત કુમાર સિંહ, વિધાન પાર્ષદ અજય કુમાર સિંહ, જિલ્લા પદાધિકારી અવનીશ કુમાર સિંહ મોજૂદ હતા. જમીનમાં દાખલાને લઇ અન્ય કેસોમાં અધિકારી અરવિંદ કુમારનું નામ સામે આવ્યું. હાલમાં નકલી દસ્તાવેજો પર દાખલો કઢાવવાને લઇ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેને લઇ મંત્રીએ તેમના જમુઈ પ્રવાસ દરમિયાન અડધા ડઝનથી પણ વધારે પંચાયત પ્રતિનિધિઓ ઉપરાંત પીડિતોએ ફરિયાદ દાખલ કરાવી હતી. અમુક લોકો ગ્રામ વિકાસ શિવિરમાં ફરિયાદ લઇ પહોંચ્યા હતા. ત્યાર પછી જ મંત્રીને ગુસ્સો આવ્યો અને નજર પડતા જ અધિકારીને ફટકાર લગાવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp