ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઇ મહિલાએ પતિનું કર્યું મર્ડર, 6 મહિના સુધી પોલીસને ફરાવી

મધ્ય પ્રદેશના અશોક નગરમાં એક યુવકના ગુમ થવાની ફરિયાદના મામલામાં પોલીસને મોટી સફળતા હાંસલ થઇ. ગુમ થનાર યુવકની 6 મહિના પહેલા તેની જ પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા પછી પુરાવા છુપાડવા માટે આરોપી પત્ની અને તેના પ્રેમીએ દ્રશ્યમ ફિલ્મ વારે વારે જોઇ. પછી પતિની સારવારનું બહાનું બનાવી તેને પોતાની સાથે લઇ ગઇ. રસ્તામાં પોતાના પ્રેમી સાથે મળીને વિદિશાના શમશાબાદમાં પત્થરથી કચડીને પતિની હત્યા કરી દીધી.
અશોક નગરના 35 વર્ષીય સૌરભ જૈનના ગુમ થવા અને હત્યાની શંકા વ્યક્ત કરતા પરિવારે FIR દાખલ કરાવી હતી. પરિવારે 13 જુલાઈના રોજ ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે સૌથી પહેલા મૃતકની પત્ની અને તેની સાથે રહેનારા દીપેશ ભાર્ગવને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ શરૂ કરી.
તપાસમાં સામે આવ્યું કે સૌરભના લગ્ન 8 વર્ષ પહેલા ઋચા જૈન સાથે થયા હતા. તેની વચ્ચે ઋચા અને દીપેશ ભાર્ગવ વચ્ચે અફેર શરૂ થયો. બંનેએ મળીને સૌરભની હત્યાનો પ્લાન બનાવ્યો. ત્યાર પછી 23 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી પત્ની ઋચા સૌરભને સારવારના બહાને લઇ ગઇ. વિદિશાના સિરોંજમાં 35 હજારમાં ગાડી ભાડે કરી. બંનેએ સૌરભની પથ્થરથી કચડી હત્યા કરી નાખી. શમશાબાદ પોલીસે અજ્ઞાત આરોપી સામે હત્યાનો કેસ દાખલ કરી લીધો. 6 મહિના પછી મૃતકના ભાઈની ફરિયાદ પર સૌરભની પત્ની અને પ્રેમીને પોલીસે પકડી લીધા.
પતિની હત્યા કર્યા પછી આરોપીઓ સૌરભના ATMથી સતત પૈસા કાઢી તેને ઉડાવી રહ્યા હતા. આરોપી ઋચા તેના દીકરાની ટીસી કાઢવા સ્કૂલે પહોંચી તો તેણે પિતાનું મોત થયાની જાણ કરી. ત્યાર પછી સૌરભના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી.
ચોંકાવનારી વાત એ હતી કે, મહિલા તેના પ્રેમીને ભાઈ બતાવી રહી હતી. મહિલાનો દીકરો દીપેશને મામા કહી બોલાવતો હતો.
આરોપી પત્ની અને પ્રેમીએ સૌરભની હત્યા પછી તેના સાક્ષ્ય છુપાવવા દ્રશ્યમ ફિલ્મ વારે વારે જોઇ. પોલીસે જ્યારે પૂછપરછ કરી તો બંને આરોપીઓએ અલગ અલગ વાત કહી. પહેલા તો સૌરવના શવના ટુકડા કરી તેને બાળી દેવાની વાત કહી. પોલીસે હાડકાને લઇ સવાલ કર્યા તો તેને તળાવમાં ફેંકી દેવાની વાત કહી. પણ પોલીસને આ જગ્યાઓ પર કોઈ પુરાવા મળ્યા નહીં. તેની વચ્ચે વિદિશાથી એક શવ મળવાની વાત સામે આવી. જે સૌરભની મળી આવી. પોલીસના સવાલોના જવાબ તેમની પાસે ન હોવા પર બંને આરોપીઓએ હત્યાની વાત કબૂલ કરી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp