
જનરેટિવ AI હાલના દિવસોમાં ચર્ચામાં છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)ની મદદથી કમાલ દેખાડનારું ચેટબોટ ChatGPT ઝડપથી લોકપ્રિય થયું છે. હવે ભારત સરકારે સંકેત આપ્યા છે કે, દેશમાં પોતાનું ChatGPT વર્ઝન તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત સાથે જોડાયેલા સંકેત આપતા પોતાના વિચાર જણાવ્યા કે ભારત પાસે પોતાનું AI ચેટબોટ હોય શકે છે અને જલદી જ લોન્ચ કરી શકાય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગ્લોબલ ફોરમ એન્યૂઅલ સમિટનો હિસ્સો બન્યા હતા, જેમાં તેમણે મોટી જાહેરાત સાથે જોડાયેલા સંકેત આપ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, બસ થોડા અઠવાડિયા થોભો, એક મોટી જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ચેટબોટ માર્કેટ વર્ષ 2030 સુધી 3.99 અબજ ડોલર સુધી હોય શકે છે, જેમાં OpenAI ગૂગલ અને સ્નેપચેટ જેવા નામ પહેલા જ સામેલ થઈ ચૂક્યા છે. અન્ય ઘણી કંપનીઓ પણ જનરેટિવ AIમાં રોકાણ કરી રહી છે અને પોત પોતાના વર્ઝન લોન્ચ કરવાની છે.
અશ્વિની વૈષ્ણવે ભારતમાં વધી રહેલી સ્ટાર-અપ કમ્યુનિટી બાબતે પણ ચર્ચા કરી અને કહ્યું કે, સિલિકોન વેલી બેંક કોલેપ્સની અસર કોઈ ભારતીય સ્ટાર્ટ-અપ પર પડી નથી કેમ કે સરકારે તેની મદદ માટે જરૂરી વ્યવસ્થા કરી રાખી હતી. તેમણે ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની હાલની સ્થિતિના વખાણ કર્યા અને કહ્યું કે ઘણા ગ્લોબલ પાર્ટનર્સ હવે ભારતીય સ્ટાર્ટ-અપ્સ સાથે મળીને કામ કરવા માગે છે. સરકાર પણ સ્ટાર-અપ કમ્યુનિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરશે.
દેશમાં બનેલો AI ચેટબોટ યુઝર્સને જે જાણકારી આઉટસોર્સ કરીને આપશે, તે ભરોસાપાત્ર અને આંતરિક સોર્સિસથી એકત્ર કરવામાં આવી હશે. જનરેટિવ AI યુઝર્સ તરફથી પૂછવામાં આવેલા સવાલ અથવા તો કમાન્ડના હિસાબે જવાબ આપતા નિબંધ લખવાથી લઈને કોડિંગ કરવા જેવા કામ કરી શકે છે. ભારત પોતાનું AI ચેટબોટ જાણકારીઓ એકત્ર કરવાનું સરળ અને ફ્રી વિકલ્પ હોય શકે છે અને તેની સાથે જોડાયેલી વધુ જાણકારીઓ આગામી અઠવાડિયે સામે આવી શકે છે.
શું છે ChatGPT?
અંગ્રેજી ભાષામાં ChatGPTનું ફૂલ ફ્રોમ ચેટ જનરેટિવ પ્રિટ્રેન્ડ ટ્રાન્સફોર્મર થાય છે. તેનું નિર્માણ ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા કરવામાં આવ્યું છે જે એક પ્રકારનું ચેટબોટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના કારણે જ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ પર કામ કરશે. રિપોર્ટ્સ મુજબ, તમે તેના દ્વારા સરળ શબ્દોના ફોર્મેટમાં વાત કરી શકો છો અને પોતાના કોઈ પણ પ્રકારના સવાલનો જવાબ મેળવી શકો છો. તેને જો આપણે એક પ્રકારનું સર્ચ એન્જિન કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp