આ રાજ્યમાં ડુક્કરો અને મરઘીઓની એન્ટ્રી પર લાગ્યો પ્રતિબંધ, જાણો કારણ

એવિયન એન્ફ્લૂએન્જા અને આફ્રિકન સ્વાઇન ફ્લૂના પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને જોતા આસામ સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે. આસામ સરકારે દેશના કેટલાક રાજ્યોમાં એવિયન એન્ફ્લૂએન્જા અને આફ્રિકન સ્વાઇન ફ્લૂના પ્રકોપ બાદ રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી આવતી પોલ્ટ્રી (મરઘીઓ) અને ડુક્કરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આસામના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ શનિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પોલ્ટ્રી અને ડુક્કરોમાં એવિયન એન્ફ્લૂએન્જા અને આફ્રિકન સ્વાઇન ફ્લૂને ફેલાતો રોકવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, સરકારે આસામ અને અન્ય ઉત્તર પૂર્વી રાજ્યોમાં બીમારીના પ્રસારને રોકવાના હિતમાં આ અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. આસામના પશુપાલન મંત્રીએ કહ્યું કે, એવિયન એન્ફ્લૂએન્જા (H5N1) અને આફ્રિકન સ્વાઇન ફ્લૂના પ્રકોપના કારણે બિહાર અને ઝારખંડ રાજ્યમાં પોલ્ટ્રીના વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશના દામોહ જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂના ડર વચ્ચે પ્રશાસને 700 કરતા વધુ ડુક્કરોને મારી નાખ્યા હતા.

એવિયન એન્ફ્લૂએન્જા એક અત્યાધિક સંક્રામક બીમારી છે. તે ખાદ્ય ઉત્પાદન કરાનારા પક્ષીઓ સહિત પાળતુ પક્ષીઓ અને જંગલી પક્ષીઓની ઘણી પ્રજાતિઓને પ્રભાવિત કરે છે. તેને એન્ફ્લૂએન્જા કે ટાઈપ A વિષાણુ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક તે માનવ સહિત અન્ય ઘણા સ્તનધારીઓને પણ સંક્રમિત કરી શકે છે. આ દરમિયાન ભારતમાં મૌસમી એન્ફ્લૂએન્જાના ઉપ-સ્વરૂપ H3N2નો પ્રકોપ પણ જોવા મળ્યો છે. તેનાથી 2 દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે.

ભારતમાં આ વાયરસથી બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાંથી એક દર્દી કર્ણાટક અને બીજો હરિયાણાનો હતો. કર્ણાટકમાં હીરે ગૌડા (ઉંમર 82 વર્ષ) નામના વ્યક્તિનું H3N2 વાયરસથી મોત થઈ ગયું. તે સુગરથી પીડિત હતો અને હાઇ બ્લડ પ્રેસરની સમસ્યા પણ હતી. એ સિવાય હરિયાણામાં 56 વર્ષીય એક કેન્સરના દર્દીનું H3N2 વાયરસથી મોત થવાની પુષ્ટિ થઈ છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC) મુજબ, H3N2 એક એવું એન્ફ્લૂએન્જા વાયરસ છે જે સામાન્ય રીતે ડુક્કરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે.

તેના લક્ષણ મૌસમી ફ્લૂ વાયરસ સમાન હોય છે. તેમાં તાવ અને ખાંસી તેમજ ઊબકા સહિત શ્વસન સંબંધિત સમસ્યાના લક્ષણ નજરે પડે છે. એ સિવાય કેટલાક દર્દીઓને શરીરમાં દુઃખાવો, કરચલી, ઊલટી વગેરેની સમસ્યા પણ થાય છે. કેટલાક લોકોને આશંકા છે કે એ ક્યાંક કોરોનાની જેમ વધુ એક સંક્રમણ ન હોય, પરંતુ પાલ્મોનોલૉજિસ્ટ અનુરાગ અગ્રવાલે કહ્યું કે, તેમને નથી લાગતું કે તેની કોઈ મોટી લહેર આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.