જે 5 સીટ પર અલ્પસંખ્યક MLA ચૂંટાતા તે હવે આ રાજ્યમાં SC-ST માટે અનામત કરી દેવાઈ

PC: indiatoday.in

આસામમાં 14 લોકસભા અને 126 વિધાનસભા વિસ્તારોના સીમાંકન ડ્રાફ્ટનો ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. વર્ષ 1976 બાદ થઈ રહેલી સીમાંકનની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ. સીમાંકનના અંતિમ ડ્રાફ્ટમાં વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોના વિસ્તારોમાં કપાત કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક ક્ષેત્રોને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે અને કેટલીક એસેમ્બલી સીટોને SC/ST માટે અનામત કરી દેવામાં આવી છે. અંતિમ સીમાંકન ડ્રાફ્ટ મુજબ, પાંચ વિધાનસભા ક્ષેત્ર જ્યાં હંમેશાં લઘુમતી સમુદાયથી ધારાસભ્ય ચૂંટાય છે, હવે તેમને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત કરી દેવામાં આવી છે.

પાંચ વિધાનસભા સીટો જ્યાં હંમેશાં અલ્પસંખ્યક સમુદાયથી ધારાસભ્યો ચૂંટાતા હતા. તેને હવે SC-ST માટે અનામત કરી દેવામાં આવી છે. તેની સાથે જ ST માટે અનામત સીટોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. જ્યારે SC માટે અનામત સીટો 6 થી વધીને 8 થઈ ગઈ છે. તો સીમાંકનના અંતિમ ડ્રાફ્ટનો વિરોધ તેજ થઈ ગયો છે. શનિવારે સત્તાધારી ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદ (AGP)ના વરિષ્ઠ નેતા અને આમગુરીના ધારાસભ્ય પ્રદીપ હજારિકાએ ડ્રાફ્ટના વિરોધમાં પાર્ટીના બધા પદો પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદીપ હજારિકા આમગુરી મતવિસ્તારમાંથી જીતે છે. નવા સીમાંકનમાં તેને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત અંતિમ ડ્રાફ્ટ વિરુદ્ધ વિપક્ષી રાયજોર પાર્ટીએ શિવસાગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યું તો ઓલ તિવા સ્ટુડન્ટ્સ એસોસિએશને પણ આદિવાસીઓ માટે મોરીગાંવ સીટ અનામત કરવાની માગ પૂરી ન થવા પર પ્રદર્શન કર્યું છે. લોકસભા અને વિધાનસભાની સીટોમાં બદલાવ કરવામાં આવ્યો નથી. અંતિમ સીમાંકન ડ્રાફ્ટ મુજબ, નીચલા આસામના સૌથી જૂના જિલ્લા ગોલપારામાં ઘણા સ્વદેશી પરિવાર ચૂંટણી લડવાનો પોતાનો અધિકાર ગુમાવી દેશે. કેમ કે આ ગેર-આદિવાસી પરિવારોને અનુસૂચિત જનજાતિ (ST) અનામત સીટોના વિસ્તારમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે.

સીમાંકનની નવી કવાયત મુસ્લિમોને ગોલપારાની ચાર વિધાનસભા સીટોમાંથી 2 પર ચૂંટણી લડતા રોકી દેશે, જે હવે ST માટે અનામત કરી દેવામાં આવી છે. નવી રીતે ખેચવામાં આવેલી સીમાઓ વચ્ચે બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે સેકડો ગેર-આદિવાસી મૂળ લોકોને આ કારણે રાજનૈતિક પ્રતિનિધિત્વ નહીં મળી શકે છે. આરોપ છે કે, આસામમાં ખાસ કરીને નીચલા આસામમાં સીમાંકનનું ઉદ્દેશ્ય કથિત રીતે મુસ્લિમોની ભૂમિકા ઓછું કરવાનું હતું.

મટિયા સર્કલમાં મુસ્લિમ અને હિન્દુ એક-બીજા નજીક રહે છે. પૂર્વી ગોલપારાની 10 પંચાયતોમાંથી લગભગ 5 પંચાયતોને પૂરી રીતે ST અનામત દૂધનોઈ વિધાનસભા સીટ હેઠળ લાવવામાં આવી છે, જ્યારે બાકીને આંશિક રૂપે દૂધનોઈ હેઠળ લાવવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનું કહેવું છે કે, લોકોની માગોને અનુરૂપ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2021ની ચૂંટણી વાયદામાં પણ સીમાંકન સામેલ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp