મદરેસાને લઈને આસામના મુખ્યમંત્રી હેમંત સરમાએ જણાવ્યો પ્લાન

PC: jagran.com

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ મદરેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ રાજ્યમાં મદરેસાઓની સંખ્યા ઘટાડવા માગે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રજીસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એક પત્રકાર પરિષદને સંબોધતા CM સરમાએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં અમે રાજ્યમાં મદરેસાઓની સંખ્યા ઘટાડવા માંગીએ છીએ. અમે રાજ્યમાં સામાન્ય શિક્ષણની પદ્ધતિ રાખવા માંગીએ છીએ અને મદરેસાઓનું રજીસ્ટ્રેશન કરાવવા માંગીએ છીએ.

CMએ કહ્યું કે, તેઓ લઘુમતી સમુદાય સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ પણ આ કામમાં મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા CMએ આસામના DGP ભાસ્કર જ્યોતિ મહંત સાથે પણ મદરેસામાં સુધારા અંગે ચર્ચા કરી હતી. આ પછી, ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સમાં DGPએ કહ્યું હતું કે, આસામમાં મદરેસા યોગ્ય રીતે ચાલી રહ્યા છે. મદરેસા ચલાવતા 68 લોકો તેમને મળ્યા હતા.

આસામના CM સરમાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, મદરેસામાં ભણાવવા માટે આવતા રાજ્ય બહારના શિક્ષકોએ સમયાંતરે પોલીસ સ્ટેશન જવું પડશે અને તેમની હાજરી માર્ક કરવી પડશે. આ પછી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધતા કહ્યું હતું કે, ભારતના લોકોને ગમે ત્યાં રહેવા અને કામ કરવાનો અધિકાર છે. CM સરમા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, 'આસામ એ કંઈ બીજો દેશ નથી, જ્યાં જવા માટે ભારતીયોએ તમારી પાસેથી પરવાનગી લેવી પડે.'

તેમણે કહ્યું હતું કે, RSS દ્વારા ચલાવવામાં આવતી શાળાઓનું અને તેના શિક્ષકો શું કરવામાં આવશે? શું થશે જો, અન્ય રાજ્યો આસામની જેમ આ પ્રકારના નિયંત્રણો લગાવવાનું શરૂ કરે તો? અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આસામમાં અનેક મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અહીં દેશ વિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે અને મદરેસાઓ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. બોંગાઈગાંવમાં મદરેસાને તોડી પાડ્યા બાદ પણ રાજકારણ ખુબ ગરમાયું હતું.

આસામ વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ BJP મુસ્લિમ વસ્તી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર પછી આસામ બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. મુસ્લિમોની વસ્તી વિશે વાત કરીએ તો, તેઓ આસામની 31.2 મિલિયન વસ્તીના 34% છે, જેમાંથી 4% સ્થાનિક આસામી મુસ્લિમો છે અને બાકીના મોટાભાગે બંગાળી ભાષી મુસ્લિમો છે. બંગાળી ભાષી મુસ્લિમોને ઘણીવાર 'મિયા' મુસલમાન કહેવામાં આવે છે. આસામમાં BJP તેના સહયોગી દળો સાથે મળીને 14 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp