26th January selfie contest

મહિલાએ કરી પતિ-સાસુની હત્યા, આસામમાં મર્ડર, મેઘાલયમાં મળ્યા શવના ટુકડા

PC: twitter.com

આસામમાં એક હત્યાની ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ અને સાસુની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી અને તેમના શવોના ટુકડાં કરીને પોલિથીનમાં ભરીને પાડોશી રાજ્ય મેઘાલયમાં ફેંકી દીધા. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે, આરોપી મહિલાએ પોતાના બે મિત્રોની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચેરાપૂંજીની પાસે ખાસી હિલ્સમાં રવિવારે મહિલાની સાસુના શવના કેટલાક ટુકડાં જપ્ત કર્યા હતા. આ હત્યાઓ ગત વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બારાહે જણાવ્યું કે, આરોપી મહિલાએ 26 જુલાઈએ પહેલા સાસુની હત્યા કરી, જ્યારે પતિની હત્યા 17 ઓગસ્ટે કરી હતી. મહિલા અને તેના બે નજીકના લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેના એક સાથીની ગુવાહાટીમાંથી ધરપકડ કરવામાં આવી જ્યારે, ત્રીજા આરોપીની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી.

દિગંત કુમાર ચૌધરીએ કહ્યું કે, પત્નીએ 29 ઓગસ્ટે પોતાના પતિ અમરજ્યોતિ ડે (32) અને સાસુ શંકરી ડે (62)ના ગૂમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, નવેમ્બરમાં અમરજ્યોતિના પિતરાઇ ભાઈએ ગૂમ થયાની એક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમા અમરજ્યોતિની પત્ની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે, તેણે તેની સાસુના ખાતામાંથી પૈસા કાઢ્યા હતા. પછી અમે તપાસ શરૂ કરી તો મર્ડર અંગે જાણકારી મળી. તેમણે કહ્યું કે, બંને મામલા નૂનમતી પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને મર્ડર ગુવાહાટીના ચાંદમારી અને નરેંગી વિસ્તારોમાં અલગ-અલગ ઘરોમાં થયા.

પોલીસ કમિશનરે કહ્યું કે, આરોપી મહિલાની ઓળખ બંદના કલિતા (32)ના રૂપમાં થઈ છે, જ્યારે તેના બે નજીકના સાથીઓની ઓળખ ધંતી ડેકા (32) અને અરૂપ ડેકા (27)ના રૂપમાં થઈ છે. તેમણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે બંદના અને અમરજ્યોતિના આશરે 12 વર્ષ પહેલા બંનેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન થયા હતા. જોકે, અમરજ્યોતિની માતાએ બાદમાં લગ્નનો સ્વીકાર કરી લીધો હતો અને આર્થિકરીતે તેમનું સમર્થન કરવાનું શરૂ કરી દીધુ પરંતુ, બાદમાં દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થવા માંડ્યા.

બંદનાએ એક જિમમાં ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી શરૂ કરી અને તેની સાસુએ તેનું સમર્થન કર્યું બાદમાં તે પાછળ હટી ગઈ. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. બંદનાએ દાવો કર્યો કે, તેનો પતિ નશો કરતો હતો અને તેની ઘણી મહિલા મિત્રો પણ હતી. સાસુ અને પતિથી છૂટકારો મેળવવા મહિલાએ કથિતરીતે પોતાના મિત્રોની મદદથી તેમની હત્યા કરી દીધી. 26 જુલાઈની બપોરે તકિયાથી ગળું દબાવીને મહિલાએ સાસુ શંકરી ડેની તેના ઘરમાં હત્યા કર્યા બાદ તેના શરીરના ત્રણ ટુકડાં કર્યા.

ત્યારબાદ ધંતી ડેકાની કારમાં મેઘાલય ગયા અને શવના ટુકડાં અલગ-અલગ જગ્યાઓ પર ફેંકી દીધા. ત્યારબાદ બંદનાએ 17 ઓગસ્ટે પોતાના બે નજીકના મિત્રો સાથે અમરજ્યોતિ પર નરેંગીમાં તેમના ફ્લેટ પર લોખંડના સળીયા વડે હુમલો કર્યો. તેના મોત બાદ શરીરના પાંચ ટુકડાં કર્યા અને તેને પણ ગાડીમાં લઈ જઈ મેઘાલયમાં ફેંકી દીધા.

પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ પોલીસને એ જગ્યાએ લઈ ગયા જ્યાં તેમણે શવના ટુકડાં ફેંક્યા હતા. શંકરી ડેના શવના ટુકડાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, મહિલા વારંવાર નિવેદન બદલી રહી છે. હજુ સુધી હત્યાના કારણ અંગે ખુલાસો થઈ શક્યો નથી. પોલીસે બંદના અને ધંતીના મોબાઈલ, શરીરના અંગો લઈ જવા ઉપયોગમાં લેવાયેલી કાર, મૃતકોના ATM કાર્ડ, ફાટેલાં કપડાં વગેરે જપ્ત કરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp