આસામ: સિનિયર નેતા સાથે આપત્તિજનક તસવીર વાયરલ થયા પછી ભાજપની મહિલા નેતાનો આપઘાત

આસામ ભાજપની એક મહિલા નેતાએ સિનિયર નેતા સાથેની પોતાની અંગત પળોની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આપઘાત કરી લીધો છે. તેણીના ઘરમાંથી લાશ મળી છે.જો કે પોલીસનું કહેવું છે કે મહિલાની અંગત પળોની તસ્વીર વિશે અમને કોઇ ફરિયાદ મળી નથી, પરંતુ અમે દરેક એંગલ પર તપાસ કરી રહ્યા છે. મહિલા ચેમ્બર ઓફ કોમર્સમાં વાઇસ પ્રેસિડન્ટ અને કિસાન મોર્ચાના સેક્રેટરી તરીકે કામ કરતા હતા.
આસામમાં ભાજપની મહિલા ઇંદ્રાણી તહલીબદારે આત્મહત્યા કરી લીધી છે. તેના ઘરમાંથી પોલીસને લાશ મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના એક સિનિયર નેતા સાથેની અંગત પળોની તસ્વીરો સોશિયલ મીડિયમાં વાયરલ થવાને કારણે તેણીએ આ આત્યાંતિક પગલું ભર્યું છે.
આસામના ગૌહાટીમાં બામુનિમૈદામ વિસ્તારમાં ભાજપ નેતા ઇંદ્રાણીના આપઘાતના સમાચારને પગલે હડકંપ મચી ગયો છે.ઇંદ્રાણી તહલીબદાર ચેમ્બર ઓફ કોમર્સના ઉપાધ્યક્ષ પદે હતા અને ભાજપ કિસાન મોર્ચાના સેક્રેટરી પદે પણ કામ કરતા હતા.પોલીસે ગુનો નોંધીને મહિલા નેતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
જાણવા મળેલી માહિતી મુજબ ઇંદ્રાણી તહબીલદારના ઘરે ભાજપના એક સિનિયર નેતા ભાડા પર રહેવા આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે એ પછી ઇંદ્રાણી અને ભાજપ નેતા વચ્ચે લગ્નેત્તર સંબંધો શરૂ થયા હતા. બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો આગળ વધ્યા હતા અને તેમની અંગત પળોની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી.
સોશિયલ મીડિયામાં તસ્વીરો વાયરલ થવાને કારણે ઇંદ્રાણી માટે અસહજ સ્થિતિ થઇ ગઇ હતી અને તેણી ટેન્શનમાં આવી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી લીધો છે અને સાયબર સેલ તપાસ કરી રહી છે.
મધ્ય ગૌહાટીના DCP દિપક ચૌધરીએ મીડિયાને જણાવ્યુ હતું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હજુ સુધી અમને મૃતક મહિલાની અન્ય કોઈ વ્યક્તિ સાથે અંગત તસવીરો લીક કરવા અંગે આવી કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ. તહબીલદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગૌહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે એમ ચૌધરીએ કહ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇંદ્રાણીના ભાજપના સિનિયર નેતા સાથેના અફેર્સ પછી બંનેના રાજકીય કદ વધી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp