વિવાદોથી ભરેલી હતી લેડી સિંઘમની જિંદગી, મંગેતરની ધરપકડ, ભ્રષ્ટાચારના આરોપ અને..

PC: indiatoday.in

આસામમાં ચર્ચિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૂનમોની રાભાના મોતને લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જૂનમોની ખૂબ દબંગ અને નીડર પોલીસ અધિકારી હતા. જે પ્રકારે ગંભીર રોડ અકસ્માતમાં તેમનું મોત થયું છે, તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે. એવામાં સૌથી પહેલા એ જાણી લઈએ કે આખરે જૂનમોની રાભા હતા કોણ?

કોણ હતા જૂનમોની રાભા?

આસામ પોલીસના સબ ઇન્સ્પેક્ટર જૂનમોની રાભાનો જન્મ 1 જુલાઇ 1993ના રોજ આસામના કામરુપ જિલ્લામાં થયો હતો. તે આ જ જિલ્લાના દખિંગો, શિવપુર, કહિલીપારાની રહેવાસી હતા. તેમના પિતાનું નામ કમલ રાભા હતું. તેમનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. જૂનમોનીને પહેલા જ ફોર્સમાં જવાની ઈચ્છા હતી. તો અભ્યાસ કર્યા બાદ તેમણે આસામ પોલીસમાં જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. જૂનમોનીની મહેનત રંગ લાવી અને જુલાઇ 2017માં તેમનું સલેક્શન આસામ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે થયું.

આ દરમિયાન જૂનમોનીએ ઘણી જગ્યાએ કામ કર્યું, પરંતુ 13 ડિસેમ્બર 2021ના રોજ તેમની તૈનાતી નાગાંવ પોલીસ વિભાગમાં થઈ હતી. ત્યારથી તેઓ ત્યાં જ ફરજ બજાવતા હતા. માત્ર 30 વર્ષની ઉંમરમાં જૂનમોની રાભાએ દુનિયાને અલવિદા કહી દીધી. મંગળવારે સવારે એક અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું. નાગાંવ જિલ્લામાં તેમની કારની એક કન્ટેનર ટ્રક સાથે ટક્કર થઈ ગઈ, જેમાં તેઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, પરંતુ સારવાર માટે લઈ જતી વખત તેમનું મોત થઈ ગયું હતું.

અકસ્માતના સમયે તેઓ પોતાની ખાનગી ગાડીમાં એકલા હતા. તેમણે વર્દીની જગ્યાએ સાધારણ કપડાં પહેર્યા હતા. આ અકસ્માત કાલિયાબોર પેટાવિભાગના જાખલાબંધા પોલીસ સ્ટેશન વિસ્તારના સરુભૂગિયા ગામમાં થયો.

સિંઘમની જિંદગી સાથે જોડાયેલા વિવાદો:

નાગાંવ જિલ્લાના સબ ઇન્સ્પેક્ટર જૂનમોની સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા હતા. તેઓ પોતાના કામ અને કામની રીતના કારણે લેડી સિંઘમ કહેવવા લાગ્યા હતા. લોકો તેમને દબંગ અધિકારી કહેતા હતા. તેમનું નામ એ સમયે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમણે પોતાના મંગેતર રાણા પોગાગની ગયા વર્ષે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ જૂનમોનીએ જ FIR નોંધી હતી. આરોપી રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 2 દિવસની પોલીસ રીમાંડમાં મોકલી દીધો હતો.

રિપોર્ટ્સ મુજબ, જૂનમોની એક વર્ષ કરતા વધુ સમયથી આરોપી સાથે રિલેશનશીપમાં હતા અને ઓક્ટોબર 2021માં તેની સાથે સગાઈ પણ કરી લીધી હતી. રાણાએ પોતાને તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ (ONGC)નો જનસંપર્ક અધિકારી બતાવતા ખોટો વાયદો કર્યો હતો અને ONGC અધિકારી તરીકે પોતાને રજૂ કર્યો હતો. તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના હતા, પરંતુ આ અગાઉ જૂનમોનીને ખબર પડી કે રાણાએ કેટલાક લોકોને ONGCમાં નોકરી અને કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ઠગ્યા છે.

વાત એ દિવસોની છે જ્યારે જૂનમોની માજુલીમાં ફરજ બજાવતા હતા, ત્યારે બે કોન્ટ્રાક્ટરે પોલીસને ફરિયાદ કરી હતી કે માજુલીમાં તૈનાતી દરમિયાન તેમણે પોતાના પૂર્વ પ્રેમી રાણા સાથે મળીને નાણાકીય ડીલ કરી હતી. કોન્ટ્રાક્ટરોનો આરોપ છે કે તેમની સાથે છેતરપિંડી થઈ હતી. આ કેસમાં આસામ પોલીસના સબ ઇન્સ્પેક્ટર જૂનમોનીની સતત 2 દિવસ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આસામના માજુલી જિલ્લાની એક કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી હતી. ત્યારબાદ તેમને સેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હચા. ત્યારબાદ સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું અને તે ફરીથી સેવામાં સામેલ થઈ ગયા.

આ અગાઉ તેઓ જાન્યુઆરી 2022માં વધુ એક વિવાદમાં ફસાઈ ગયા હતા, જ્યારે બિહપુરિયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિય કુમાર ભુઇયાં સાથે તેમની ટેલિફોનિક વાતચીત લીક થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે જૂનમોની દ્વારા ગેરકાયદેસર રૂપે ફિટ કરવામાં આવેલી ઘણી મશીનો સાથે દેશી નાવોનું સંચાલન કરવા પર એક્શન લેવામાં આવ્યું હતું અને કેટલાક નાવિકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પર ભૂઇયાના મતવિસ્તારના લોકો પર કથિત અત્યાચાર કરવાનો આરોપ લાગ્યો હતો.

આસામના DGP જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, જૂનમોની વિરુદ્ધ ઉત્તરી લખીમપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે જ IPCની અલગ અલગ કલમો જેમ કે, ગુનાહિત ષડયંત્ર, લૂંટ, જીવ લેવાનો પ્રયાસ, ખોટી રીતે બંધક બનાવવા અને બળજબરીપૂર્વક વસૂલી જેવા કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસ એક મહિલાની ફરિયાદ પર નોંધવામાં આવી હતી. DGPએ દાવો કર્યો કે લખીમપુર અને નાગાંવ જિલ્લાની પોલીસે ગુનો દાખલ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

આસામના DGPએ એક ટ્વીટ કરતા કહ્યું કે FIR નંબર 0183/2023 (ઉત્તરી લખીમપુર કેસ) અને SI જૂનમોની રાભાના મોતની નિષ્પક્ષ તપાસ માટે સમાજના અલગ-અલગ વર્ગોને અનુરોધ કરવામાં આવ્યો છે જેને ધ્યાનમાં લઈને આ કેસની તપાસ CID આસામને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પોલીસ અધિક્ષક લીના ડોલેએ કહ્યું કે, આપણે જૂનમોનીને એક યુવા ઊર્જાવાન અધિકારીના રૂપમાં હંમેશાં યાદ રાખીશું, જે આસામ પોલીસના ઉપ-નિરીક્ષકના રૂપમાં સેવા માટે સમર્પિત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp