કર્ણાટક ચૂંટણી પ્રચારમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ વિશે જુઓ શું બોલ્યા PM મોદી

PC: twitter.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે બેલ્લારીમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ‘એવા જ આતંકી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની હાલના દિવસોમાં ખૂબ ચર્ચા છે. કહેવાય છે કે ‘કેરળ સ્ટોરી’ માત્ર એક રાજ્યમાં થયેલા આતંકી ષડયંત્ર પર આધારિત છે. દેશનું આટલું સુંદર રાજ્ય, જ્યાં લોકો એટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે, એ કેરળમાં ચાલી રહેલા આતંકી ષડયંત્રનો ખુલાસો આ ફિલ્મ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બોમ્બ, બંદૂક અને રાઇફલનો અવાજ તો સંભળાય છે, પરંતુ સમાજને અંદરથી પોલો કરવાના આતંકી ષડયંત્રનો કોઈ અવાજ હોતો નથી. કોર્ટ સુધીએ આતંકના આ સ્વરૂપ પર ચિંતા વ્યક્ત કરી છે. દેશનું દુર્ભાગ્ય જુઓ કે કોંગ્રેસ આજે સમાજને વેર-વિખેર કરનારી આ આતંકી પ્રવૃત્તિ સાથે ઊભી નજરે પડી રહી છે. એટલું જ નહીં એવી આતંકી પ્રવૃતિવાળાઓ સાથે કોંગ્રેસ, પાછલા બારણેથી રાજનૈતિક ડીલ પણ કરી રહી છે. કર્ણાટકના લોકોએ એટલે કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.

તેમણે આગળ કહ્યું કે, આ લોકો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે હું કોંગ્રેસને એમ કરતી જોઉ છું તો મને આશ્ચર્ય થાય છે. કર્ણાટકને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા માટે કાયદા વ્યવસ્થાની મુખ્ય જરૂરિયાત છે. કર્ણાટકનું આતંકવાદ મુક્ત રહેવું જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હંમેશાં આતંકવાદ વિરુદ્ધ કઠોર રહી છે, પરંતુ જ્યારે પણ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી થાય છે, કોંગ્રેના પેટમાં દુઃખાવો થાય છે. વડાપ્રધાને સુદાનની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે, અત્યારે સુદાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ છે. ક્યાંકથી ગોળીઓ ચાલતો હતી, તો ક્યાંકથી બોમ્બ ફૂટતો હતો.

ઘરથી બહાર નીકળવું મુશ્કેલ હતું. આપણાં હજારો ભારતીય ભાઈ-બહેનો સુદાનમાં ફસાઈ ગયા હતા અને તેમાં આપણાં કાર્ણાટકના પણ સેકડો ભાઈ-બહેનો હતા. સુદાનની સ્થિતિ એવી છે કે મોટા મોટા દેશોએ પણ પોતાના નાગરિકોને ત્યાંથી કાઢવાની ના પાડી દીધી હતી છતા, આપણે પોતાની આખી વાયુસેના લગાવી દીધી, નૌકાદળને ઊભી કરી દીધી. અમે મા કાવેરીના આશીર્વાદથી ઓપરેશન કાવેરી ચલાવ્યું અને પોતાના ભારતીય ભાઈ-બહેનોને પરત લાવ્યા.

‘ધ કેરળ સ્ટોરી’ આખા દેશમાં આજે રીલિઝ થઈ છે. આ ફિલ્મને લઈને વિવાદ છે. ફિલ્મને બેન કરવાની પણ માગ થઈ રહી છે. તેના માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે સુનાવણી કરવાની ના પાડી દીધી. કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટ જવાની કહ્યું હતું. કેરળ હાઇ કોર્ટે પણ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રીલિઝ પર રોક લગાવવાની ના પાડી દીધી છે. એટલું જ નહીં કોર્ટે કહ્યું કે, ફિલ્મના ટ્રેલરમાં કોઈ વિશેષ સમુદાય વિરુદ્ધ કશું જ આપત્તિજનક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp