PM મોદીએ સાંસદોને આપ્યું 1 મહિનામાં પૂરૂં કરવાનું લેસન, જાણો શું છે તે

PC: ndtv.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદોને નવો ટાસ્ક આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારમાં જવા કહ્યું છે. રિપોર્ટ્સ મુજબ 15 મેથી 15 જૂન સુધીમાં બધા સાંસદોને પોત પોતાના ક્ષેત્રોમાં રહેવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદને સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ બનાવીને આખા ક્ષેત્રમાં પ્રચાર કરવાના નિર્દેશ આપ્યા છે. આ કાર્યક્રમ હેઠળ સાંસદોને એક મહિનાનો કાર્યક્રમ બનાવીને PMOને શેર કરવાનો છે.

એ સિવાય ભાજપ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું મનાવશે. આ વાતની નિર્ણય ભાજપની સંસદીય દળની બેઠકમાં થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપના સ્થાપના દિવસથી લઈને બાબા સાહેબ આંબેડકરની જયંતી સુધી સાંસદ પોત પોતાના ક્ષેત્રોમાં પ્રચાર કરે. બધા સાંસદ 15 મેથી 15 જૂન સુધી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર સરકારના બધા મહત્ત્વપૂર્ણ કામકાજને જનતા સુધી લઈને જશે. ગેર-રાજનૈતિક ગતિવિધિઓ સાથે સમાજમાં ખૂબ પ્રભાવ રહે છે.

ગુજરાતમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કેમ્પેનથી સેક્સ રેશિયોમાં સુધાર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધરતી માતા અને પર્યાવરણને સુધારવા માટે આગામી સમયમાં બધા સાંસદ કેમ્પેન ચલાવે. નવી-નવી ટેક્નોલોજી બજારમાં આવી રહી છે. તેના માટે એક્સપર્ટ ટીમને પોતાની સાથે જોડો. તેમણે સાંસદોને સંસ્કૃત સંસ્કૃતિ મહોત્સવ ચલાવવાનું આહ્વાન કર્યું છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એપ્રિલમાં મન કી બાતના 100માં એપિસોડમાં બધા સાંસદ પોતાની સહભાગિતા નક્કી કરે.

તેમણે આગળ કહ્યું કે, જેમ જેમ જીતના માર્ગે ભાજપ આગળ વધી રહી છે, તેમ તેમ વિપક્ષી પાર્ટીઓનો પ્રહાર પણ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, મેં કહ્યું હતું કે, રાજનૈતિક હુમલા વધુ તેજ થશે એ હવે દેખાઈ રહ્યું છે.  ભાજપની સંસદીય દાળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો તમે સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને તેનો ફાયદો થશે. ભાજપની રણનીતિ એ વાતથી પણ સમજી શકાય છે કે જે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ છે, તેને પણ OBC અપમાન સાથે જોડીને રજૂ કરવાની તૈયારી છે. ભાજપ સતત કહી રહી છે કે મોદી સરનેમ પર આપત્તિજનક ટિપ્પણી કરીને રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp