લોન્ચ કરવા માટે ISROએ ચંદ્રયાન-3ને રોકેટમાં ફિટ કર્યું, જાણો શું છે ખાસ

PC: twitter.com/isro

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. આ અનુસંધાને બુધવારે ચંદ્રયાન-3ને રોકેટમાં ફિટ કરી દેવામાં આવ્યું છે. ISRO તરફથી તૈયારીઓના સંબંધમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટા ટ્રકમાં ચંદ્રયાન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સ્ટેશન પહોંચી ગયું છે. ત્યારબાદ તેને રોકેટ સાથે જોડવામાં આવ્યું. PSLV-MK3 રોકેટના માધ્યમથી તેને ચંદ્રમા પર મોકલવાની તૈયારી પૂરી થઈ ગઈ છે.

ISRO મુજબ 12-19 જુલાઇ વચ્ચે ચંદ્રયાન-3ને પૃથ્વીથી લોન્ચ કરવામાં આવશે. તેની સ્પષ્ટ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. 13 જૂલાઈને અત્યાર સુધી સંભવિત તારીખ બતાવવામાં આવી રહી છે. ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નું જ ફોલોઅપ છે. ગત વખત ચંદ્રયાન ચંદ્રમાની ધરતી પર લેન્ડ થતી વખતે અકસ્માતનો શિકાર થઈ ગયું હતું. ગત મિશનની તમામ વસ્તુઓ ફિટ બેસી હતી, પરંતુ ગત વખતે મિશન ફેલ થઈ ગયું હતું. આ જ કારણ છે કે પાછલી ભૂલોથી શીખતા ચંદ્રયાન-3 મિશનને હવે લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

શું છે ચંદ્રયાન મિશનનો હેતુ?

ચંદ્રયાન મિશન હેઠળ ISROનો પ્રયાસ ચંદ્રમાના દક્ષિણી હિસ્સાની તપાસ કરવાનો છે. આ મિશન ચંદ્રમા પર પડતા પ્રકાશ અને ત્યાં ઉપસ્થિત રેડીએશનની તપાસ કરશે. એ સિવાય ચંદ્ર પર તાપમાન અને થર્મલ કંડક્ટિવિટીની પણ જાણકારી મેળવવામાં આવશે. સાથે જ ચંદ્રમા પર આવતા ભૂકંપની સ્ટડી કરવાનો પણ આ મિશનનો હેતુ છે. ચંદ્રયાન-3 ત્યાં પ્લાઝ્માના ઘનત્વ અને તેના બદલાવોની તપાસ કરશે.

ચંદ્રયાન-2થી આ મિશનમાં શું છે અલગ?

ચંદ્રયાન-2માં રોકેટના માધ્યમથી 3 વસ્તુ મોકલવામાં આવી હતી. પહેલું-ઓર્બિટર, જેનું કામ ચંદ્રમાની કક્ષમાં રહેતા આકાશમાં તેનું ચક્કર લગાવવાનું છે. બીજું-લેન્ડર, જેની મદદથી ચંદ્રયાન મિશન ચંદ્રની ધરતી પર સુરક્ષિત લેન્ડ કરશે. ત્રીજું-રોવર, જે એક ફોર વ્હીલર ગાડી છે. આ ગાડી ચંદ્રમા પર ચાલતા ત્યાં શોધખોળ કરવાનું કામ કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર અને રોવર તો છે, પરંતુ આ વખત ઓર્બિટરને મોકલવામાં આવી રહ્યું નથી. ISROનું કહેવું છે કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર સફળતાપૂર્વક અત્યારે પણ ચન્દ્રનું ચક્કર લગાવી રહ્યું છે. આ ઓર્બિટરનો ઉપયોગ ત્રીજા મિશન દરમિયાન પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp