લગ્ન સમારોહમાં ફુઆને પનીર ન મળ્યું, એવી ઉગ્ર લડાઈ થઈ કે કપડાં ફાટી ગયા, Video

PC: chetnamanch.com

ભારતીય લગ્નોમાં આગતા-સ્વાગતાનું ઘણું મહત્વ છે. ખાસ કરીને, ફુઆ અને બનેવીનું, કારણ કે ભાઈ... જો તેઓ મોં ફુલાવીને બેસી જાય તો છોકરાના લગ્ન તૂટવાનો ભય રહેલો હોય છે. હા, એવા ઘણા કિસ્સા છે જ્યારે ફુઆની નારાજગીને કારણે લગ્ન જ તૂટી ગયા. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના બાગપતનો છે, જ્યાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ફુઆને પનીર ન આપવાને કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, છોકરીવાળા અને છોકરાવાળા વચ્ચે ઉગ્ર લડાઈ થઈ ગઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વરરાજાના ફુઆને પનીર પીરસવામાં આવ્યું ન હતું, તેથી તેઓ ગુસ્સે થઇ ગયા હતા. થોડી જ વારમાં મામલો એટલો વધી ગયો કે લાકડીઓ અને ડંડાઓ, બુટ અને ચપ્પલ એકબીજા પર ફેંકવા લાગ્યા. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોને બાગપતની ચાટની ઘટના યાદ આવી ગઈ.

મીડિયા અહેવાલો અનુસાર, બારોટ કોતવાલી વિસ્તારના એક ગામમાંથી બુધવારે (8 ફેબ્રુઆરી 2023) એક જાન બાગપત આવી હતી. લગ્ન સ્થળે લગ્નનો કાર્યક્રમ ચાલુ હતો. વરરાજાના ફુઆને પનીર ન મળતા હોબાળો થયો હતો. જ્યારે, જાનૈયાઓએ DJ ન વગાડવા દેતા અને તેમની મરજી મુજબ ડાન્સ ન કરવા દેવા માટે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. આ પછી નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યાપક્ષવાળા અને જાનૈયાઓ બાજુમાં પડેલી લાકડીઓ અને બેલ્ટનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલા તેને રોકે છે, ત્યારે જ બીજી બાજુથી લોકોને મારવા માટે એક વ્યક્તિ ખાટલાનો પાયો લઇ ને આવે છે. પરંતુ તે મહિલાના રોકવાથી પણ રોકાતો નથી.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જ્યારે પોલીસે મારપીટ કરનાર ત્રણ-ચાર યુવકોને પોલીસ સ્ટેશન લઈ જવાની શરૂઆત કરી ત્યારે બંને પક્ષના લોકોએ તેમને છોડી દેવાની વિનંતી કરી, ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા.

આ ઘટનાનો વીડિયો ટ્વિટર યુઝર 'આદિત્ય ભારદ્વાજ' (@ImAdiYogi) દ્વારા 9 ફેબ્રુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે, આ ઘટના ઉત્તર પ્રદેશના બાગપતની છે. જ્યાં વરરાજાના ફુઆને પનીર ન પીરસવા બદલ લગ્નમાં હોબાળો થયો હતો. 1.12 મિનિટની આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે વર અને કન્યાપક્ષના લોકો એકબીજા સાથે લડાઈ કરતા હતા. લડાઈ એટલી ખતરનાક હતી કે કેટલાક લોકોના કપડા પણ ફાટી ગયા હતા. હા, આ લડાઈમાં લાકડીઓ, મુઠ્ઠીઓ અને થપ્પડ પણ ચાલ્યા હતા. જો કે, કેટલાક લોકો આને અટકાવવા માટે દરમિયાનગીરી કરતા પણ જોવા મળે છે. પરંતુ સબંધીઓ એવા છે કે તેઓ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ ઘટનાનો વીડિયો જોઈને કેટલાક લોકોને બાગપતનો વીડિયો યાદ આવ્યો, જેમાં ચાટ વિક્રેતાઓ એકબીજા સાથે અથડામણ કરી હતી. કેટલાક લોકોએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, પહેલા યુદ્ધની યાદો તાજી થઈ ગઈ. આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં લખો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર પટકી પટકીને બંને પક્ષના લોકોએ એકબીજાને માર્યા, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા. કોતવાલી પ્રભારી સંજય કુમારનું કહેવું છે કે, લગ્ન સમારોહમાં નજીવો વિવાદ થયો હતો. બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ઝઘડા દરમિયાન કોઈએ મોબાઈલમાંથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જ્યારે, અન્ય એક અહેવાલમાં પોલીસને ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરશે. બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. આ કેસમાં કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp