8 કરોડની કારમાં ફરતો હતો અતિક, નંબર હતો 786, લેન્ડ ક્રૂઝર અને મર્સિડીઝ પણ રાખતો

PC: amarujala.com

માફિયા ડોન અતિક અહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યાની છે. અતિક અને અશરફને પ્રયાગરાજ હૉસ્પિટલમાં મેડિકલ કરાવવા લઈ જવામાં આવી રહ્યા હતા. જ્યારે હુમલાખોરોએ ગોળીઓ ચલાવી ત્યારે મીડિયાકર્મી બંનેને સવાલ કરી રહ્યા હતા. અતિક અહમદના માથામાં એક ગોળી લાગી હતી. પોલીસ કહે છે કે હુમલાખોર મીડિયાકર્મી બનીને આવ્યા હતા. અતિક બાબતે કહેવામાં આવે છે કે તેને લક્ઝરી ગાડીઓમાં સવારી કરવાનું અને પોતાના કાફલામાં સામેલ કરવાનું પસંદ હતું.

અતિક પાસે લેન્ડ ક્રૂઝર, મર્સિડીઝ જેવી ઘણી SUV કારો હતો. એ સિવાય સૌથી વધારે ચર્ચા તેની હમર કારની થતી હતી. અતિક અહમદે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાનપુરમાં આ કારની ખૂબ શૉ-બાજી કરી હતી. સૌથી ખાસ આ કારનો નંબર હતો. કાર રજીસ્ટ્રેશન નંબરનો છેલ્લો ડિજિટ 786 હતો. અતિક બાબતે પ્રખ્યાત હતું કે, તે રૉબિનહૂડ ઇમેજનો દેખાડો કરતો હતો. એમ પણ કહેવામાં અવે છે કે તેને અત્યાધુનિક શસ્ત્રો અને લક્ઝરી ગાડીઓનો જબરદસ્ત શોખ હતો.

દેશમાં વેચાતી લક્ઝરી ગાડીઓ મોટા ભાગે અતિકના કાફલામાં દેખાતી હતી. ઘણી વખત એ આ બેઝકિંમતી ગાડીઓની સવારી કરતો નજરે પડતો હતો, તો કેટલીક વખત ડ્રાઇવિંગ સીટ પર પણ નજરે પડતો હતો. બાહુબલી અતિકે મોંઘી ગાડીને પોતાના કે પરિવારના નામે ખરીદી નહોતી. અતિકના નામ પર માત્ર 5 કારો હતી. તેમાં 1991 મોડલની ટોયોટા લેન્ડ ક્રૂઝર, 1990 મોડલની મારુતિ જિપ્સી, 1993 મોડલની મહિન્દ્રા જીપ, 1993 મોડલની પિયાજિયો જીપ અને 2012 મોડલની પેજેરો કાર સામેલ હતી. રિપોર્ટ્સ મુજબ, પોલીસે ગયા મહિને જ તેની કેટલાક લક્ઝરી કાર જપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp