અતિકનો દીકરો અસદ એન્કાઉન્ટરમાં ઠાર, શૂટર ગુલામ પણ ઠાર, બંને પર 5 લાખનું ઈનામ હતુ

PC: twitter.com

માફિયા અતિક અહમદના દીકરા અને ઉમેશ પાલ હત્યાકાંડમાં શૂટર અસદનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ શૂટર મોહમ્મદ પણ માર્યો ગયો છે. ઝાંસીમાં ઉત્તર પ્રદેશ STFના ડેપ્યુટી SP વિમલની આગેવાનીમાં 5 લાખનો ઇનામી અસદ અને મોહમ્મદ ગુલામનું એનકાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. બંને પાસેથી પોલીસને હથિયાર મળ્યા છે. એક તરફ ઉમેશ પાલ હત્યાકાંડમાં અતિક અહમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસને એક મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશના STFએ ઝાંસીમાં અતિક અહમદના દીકરા અસદને ઢેર કરી દીધો છે. તેની સાથે જ ઉમેશ પાલની ધોળા દિવસે હત્યા કરનારો મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો છે. માફિયા અતિક અહમદનો દીકરો અસદને ઘણા દિવસથી પોલીસ શોધી રહી હતી. અસંદ અને ગુલામ પર પોલીસે 5 લાખ રૂપિયાની ઈનામ જાહેર કરી રાખ્યું હતું.

6 મહિના પહેલા ગુનાની દુનિયામાં પગ રાખનાર અસદ પર કોઈ પણ ગુનો નહોતો, પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના રસ્તા પર ઉમેશ પાલની ધોળાદિવસે હત્યા બાદ અસદ અહમદ ઉત્તર પ્રદેશનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બની ગયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ અસદ પર કાલે એટલે કે રવિવારે ઇનામની રકમ વધારી દેવામાં આવી હતી. અતિકનો સૌથી મોટો દીકરો અસદ અહમદ લખનૌથી ઓપરેટ કરતો હતો.

તેણે લખનૌની ટોપ શાળાથી આ વર્ષે 12મુ ધોરણ પાસ કરી હતું. તે ભણવામાં ખૂબ તેજ હતો. આગળ કાયદાના અભ્યાસ માટે વિદેશ જવા માગતો હતો, પરંતુ પરિવારના ગુનાહિત ઇતિહાસના કારણે તેનો પાસપૉર્ટ ક્લિયર થયો નહોતો. ઉમેશ પાલ કેસમાં અસદની ગોળીબારીના CCTV ફૂટેજ મળ્યા બાદ હવે તે પોલીસની રડાર પર હતો. અસદનો પિતા અતિક અહમદ સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે કાકો અશરફ ઉત્તર પ્રદેશની બરેલી જેલમાં બંધ છે. પિતા અને કાકાની ગેરહાજરીમાં અતિકના બે મોટા દીકરા ઉમર અને અલી છેલ્લા કેટલાક વર્ષોથી ગેંગ ચલાવી રહ્યા હતા. એ સમયે અસદ ભણતો હતો.

પોલીસને શંકા હતી કે, અસદે ઉમેશ પાલની હત્યાની યોજના બનાવવા માટે જેલથી અતિક અને અશરફ પાસેથી સલાહ લીધી હતી. વર્ષ 2018માં અતિકનો સૌથી મોટો દીકરો ઉમર ચર્ચામાં આવ્યો હતો. એ સમયે ઉમરે લખનૌમાં એક પ્રોપર્ટી ડીલર મોહિત અગ્રવાલનું અપહરણ કર્યું હતું. મોહિતનું અપહરણ કરીને ઉમર તેને દેવરિયા જેલ લઈ ગયો હતો, એ સમયે અતિક એ જ જેલમાં બંધ હતો. અતિકનો બીજા દીકરા અલી વિરુદ્ધ પણ હત્યાના પ્રયાસ અને બળજબરીપૂર્વક વસૂલીના કેસ નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp