26th January selfie contest

અતીક-અશરફ અને અસદની આત્મા પ્રગટ કરવા કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા તંત્ર-મંત્ર

PC: news18.com

15 એપ્રિલના રોજ અતીક અહમદ અને અશરફની 3 લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેમને કસારી મસારીમાં દફનાવવામાં આવ્યા હતા. હવે તેમને લઈને આ સમાચાર તમને હેરાન કરી દેશે અને સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક યુટ્યુબરે બનાવ્યો છે. વીડિયો બનાવનારા વ્યક્તિએ દાવો કર્યો છે કે તે પ્રેયગરાજન કસારી મસારી કબ્રસ્તાન ગયો અને ત્યાં તેણે અતીક અને અસદની આત્માને બોલાવવા માટે તંત્ર-મંત્ર કર્યો.

યુટ્યુબરનો દાવો છે કે તેણે કબ્રસ્તાનમાં તંત્ર સાધના કરી. તેણે તંત્ર-મંત્ર કરવાનો સામાન પણ એકત્ર કરી રાખ્યો હતો. તેણે તાંત્રિક ક્રિયા માટે જરૂરી યંત્ર અને મીણબત્તી પણ સળગાવી રાખી હતી. ત્યારબાદ તેનો બીજો એક સાથી પણ હતો જે વીડિયો બનાવી રહ્યો હતો. એ યુટ્યુબ બ્લોગરે આત્મા બોલાવવા માટે ધ્યાન લગાવવાની શરૂઆત કરી દીધી. એ વ્યક્તિનો દાવો હતો કે જો આસપાસ કોઈ પણ આત્મ હશે તો તેની તંત્ર સાધનાથી સામે જરૂર આવશે.

તે પોતાના સ્થાન પર બેસીને ઘણા સમય સુધી ધ્યાન લગાવતો રહ્યો. આ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ઘણા લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે અને બધાના મનમાં એ સવાલ છે કે શું હકીકતમાં અહીં કોઈ આત્મા આવી? આ યુટ્યુબરનો દાવો છે કે તેણે આ વીડિયો કસારી-મસારી કબ્રસ્તાનમાં બનાવ્યો છે. કસારી-મસારી કબ્રસ્તાનમાં એટલે એ જગ્યા જ્યાં અસદ, અતીક અહમદ અને અશરફને દફનાવવામાં આવ્યા છે.

બધાની કબર આસપાસ જ બનાવવામાં આવી હતી, ત્યારબાદ કસારી-મસારી કબ્રસ્તાન અને અતીકના પરિવારના સભ્યોની કબર ખૂબ ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. કદાચ તેને ધ્યાનમાં લઈને જ આ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોય. લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ કહી રહ્યા છે. અતીક અહમદનો મુદ્દો ચર્ચામાં છે એટલે કદાચ આ છોકરાએ લોકોનું ધ્યાન ખેચવા માટે વીડિયો બનાવ્યો. જુઓ એ વ્યક્તિ તંત્ર મંત્ર માટે બેસી ગયો. વીડીઓમાં એ ધ્યાન લગાવતો નજરે પડી રહ્યો છે, પરંતુ પછી જે થયું એ ખૂબ જ હેરાન કરનારું છે.

વીડિયો બનાવી રહેલા તેના સાથીએ કહ્યું કે પાછળ કોઈ શંકાસ્પદ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિ નજરે પડે છે. આ લોકો તેને આત્મા કહી રહ્યા છે. સવાલ એ છે કે તેનો કોઈ સાથી જ પાછળ ફરી રહ્યો છે અને પબ્લિસિટી માટે આ બધો ડ્રામા થઈ રહ્યો છે, પરંતુ આ લોકો વીડિયોમાં આ વ્યક્તિને આત્મા કહી રહ્યા છે. આ વ્યક્તિના કપડાં પરિસ્થિતિ મુજબ પસંદ કરવામાં આવ્યા છે, જેથી બધા વિશ્વાસ કરી લે. પહેલા જે વ્યક્તિ દૂર નજરે પડી રહ્યો હતો તે થોડા સમાય બાદ નજીક આવી જાય છે. એ બરાબર એ જ જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં એ વ્યક્તિ તંત્ર-મંત્ર કરી રહ્યો હતો.

ત્યારબાદ વીડિયોમાં કેટલાક અવાજો સંભળાય છે અને પછી વીડિયો પૂરો થઈ જાય છે. આ વીડિયો સવાલ આવ્યા બાદ ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે. આખરે આ વીડિયો બનાવવામાં ક્યાં આવ્યો છે? શું લોકોનું ધ્યાન ખેચવાનું જ આ વ્યક્તિનું ઉદ્દેશ્ય હતું? શું પબ્લિસિટી સ્ટંટ માટે આ બધો તમાશો કરવામાં આવ્યો? શું હકીકતમાં આ વીડિયો કસારી-મસારી કબ્રસ્તાનનો છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો જાત જાતની ચર્ચા કરી રહ્યા છે. કોઈને આ વીડિયો પર વિશ્વાસ છે તો કોઈ તેને માત્ર ગંદી મજાક કહી રહ્યા છે. આ વીડિયો આવ્યા બાદ કસારી-મસારી કબ્રસ્તાનની આસપાસ પોલીસ પેટ્રોલિંગની માંગ પણ કરવામાં આવી રહી છે અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે લોકોને આ પ્રકારની હરકત કરતા રોકવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp