અતીક-અશરફના વકીલે કર્યો બંધ કવરનો ઉલ્લેખ, બોલ્યો-પોલીસ અધિકારી 15 દિવસમાં...

PC: twitter.com/ANINewsUP

માફિયા ડૉન અતીક અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશના કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યો છે. હવે અતીકના ભાઈ અશરફના વકીલે દાવો કર્યો છે કે તેના ક્લાયન્ટને એક પોલીસ અધિકારીએ પહેલા જ કહી દીધું હતું કે 15 દિવસમાં તેની હત્યા કરી દેવામાં આવશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં અશરફના વકીલે એવો પણ દાવો કર્યો કે બંને માફિયા ભાઇઓની હત્યા એક રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે.

વકીલ વિજય મિશ્રાએ જણાવ્યું કે, અશરફને જ્યારે પ્રયાગરાજથી જિલ્લા જેલ બરેલી લઈ જવામાં આવી રહ્યો હતો તો એ પહેલા તેને પોલીસ લાઇન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ વખત બચ્યો છે, પરંતુ 15 દિવસમાં તને જેલથી કાઢીને કામ તમામ કરી દવામાં આવશે. વકીલ વિજય મિશ્રાએ આગળ કહ્યું કે, આ બાબતની એ જાણકારી તેણે મીડિયાને પણ આપી હતી અને તેના દ્વારા અમને પણ પ્રાપ્ત થઈ હતી.

આ બાબતની જાણકારી લેવા માટે હું તેની સાથે મુલાકાત કરવા જિલ્લા જેલ બરેલી પણ ગયો હતો, તો ત્યાં તેણે મને કહ્યું હતું કે, કોઈ અધિકારીએ છે તેને ધમકી આપી હતી કે 15 દિવસમાં તને બરેલી જેલમાંથી કાઢીને હત્યા કરી દઇશું. તારું કામ તમામ કરાવી દઇશું તો મેં તેને એ અધિકારીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે, તું મારો એડવોકેટ છે, હું તને નહીં કહું, નહીં તો તું પરેશાનીમાં પડી શકે છે.

તેણે આગળ કહ્યું કે, વાતચીત દરમિયાન અતીક અને અશરફના વકીલ વિજય મિશ્રાએ કોઈ બંધ કવરનો ઉલ્લેખ પણ કર્યો. તેણે કહ્યું કે, તેણે મને એ જણાવ્યું હતું કે જ્યારે એવી કોઈ ઘટના મારી સાથે બનશે કે હત્યા થશે તો બંધ કવર સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ અને માનનીય મુખ્યમંત્રીજી પાસે પહોંચી જશે. આ દરમિયાન વકીલ વિજય મિશ્રાએ કહ્યું કે, આ એક રાજનૈતિક ષડયંત્ર છે અને ખૂબ મોટા ષડયંત્ર સાથે આ હત્યા કરાવવામાં આવી છે. શૂટ આઉટમાં જે શૂટર્સ સામેલ છે, તેમની સાથે તેની કોઈ પણ પ્રકારની કોઈ દુશ્મની નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp