અતીક કબરમાં દફન, હવે આ 5 સવાલ પોલીસનું વધારશે ટેન્શન

PC: abplive.com

માફિયા ડૉન અતીક અહમદના આતંકનો અંત નિર્દયી રીતે કરી દેવામાં આવ્યો. 3 હત્યારા મીડિયાકર્મીના રૂપમાં આવ્યા અને ગોળી મારી દીધી. 22 સેકન્ડમાં 18 ગોળીઓ અતીક અહમદ અને અશરફ અહમદ પર ચાલી અને આ બંનેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. અતીક અહમદને 8 ગોળીઓ લાગી જ્યારે અશરફના શરીરને 9 ગોળીઓ. કસારી મસારી કબ્રસ્તાનમાં રવિવારે મોડી સાંજે બંને ભાઈઓને દફન કરી દેવામાં આવ્યા, પરંતુ મીડિયાના કેમેરા સામે થયેલી હત્યાએ પોલીસ સામે સવાલોની લાંબી લિસ્ટ ઊભી કરી દીધી.

આ સવાલોના જવાબ શોધવા ઉત્તર પ્રદેશ પોલીસ અને તપાસ આયોગ સામે સૌથી મોટો પડકાર રહેવાનો છે. માફિયા ડૉનમાંથી રાજનેતા બનનારા અતીક અહમદની હત્યાને લઈને ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે માફિયા અતીકને કેમ મારવામાં આવ્યો? પોલીસ FIR  દ્વારા જે જવાબ સામે આવ્યો છે તેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. 3 બદમાશ માત્ર રાજ્યના મોટા માફિયા બનવા માટે બીજા માફિયાને મારી નાખે, આ થિયોરી પર કોઈ ભરોસો કરી શકતું નથી.

અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણેય આરોપીઓ પાસેથી આધુનિક હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી તુર્કીએ મેડ જિગાના, ગિરસાન અને 30 કેલિબરની એક કન્ટ્રી મેડ બંદૂક જપ્ત કરવામાં આવી છે. ત્રણેય ગુનેગારોના પારિવારિક બેકગ્રાઉન્ડ ખૂબ નિમ્ન છે. સૌથી મોટો સવાલ એ છે કે નિમ્ન વર્ગથી આવતા આ ગુનેગારો પાસે આ હથિયાર ક્યાંથી આવ્યા? તેમને કેવી રીતે મળ્યા. ઉપરાંત ત્રણેય આરોપી અલગ અલગ શહેરોના રહેવાસી છે. ત્રણેય કોમન મોટિવ વિના એક સાથે કેવી રીતે આવ્યા?

કેવી રીતે આટલી મોટી ઘટનાને અંજામ આપી દીધી? આ સવાલો વચ્ચે એક મોટો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ ત્રણેય પાછળ માસ્ટરમાઈન્ડ કોઈ બીજું તો નથી? પ્રયાગરાજ પોલીસ તરફથી નોંધવામાં અતીક અને અશરફની હત્યાની FIRમાં કહેવામાં આવ્યું છે કે લવલેશ, સની અને અરુણ અતીકના સાબરમતી જેલથી લાવ્યા બાદ જ પ્રયાગરાજ આવ્યા હતા. તેઓ સતત અશરફ અને અતીકની રેકી કરી રહ્યા હતા. મીડિયાના વેશમાં અતીકના કાફલા સાથે પાછળ લાગી રહ્યા હતા. મીડિયાના વેશમાં અતીકના કાફલા સાથે પાછળ પડ્યા રહ્યા.

એવામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આટલું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, એ સમયે ઇન્ટેલિજેન્સ શું કરી રહી હતી? શું તેને ઇન્ટેલિજેન્સની નિષ્ફળતા માનવામાં આવે? અતીકના સુરક્ષા ઘેરાને લઈને પણ સવાલ ઊભો થઈ ગયો છે. અતીકે સાબરમતીથી પ્રયાગરાજ લાવતી વખત જ પોતાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 11 એપ્રિલના રોજ સાબરમતી જેલથી બીજી વખત લઈ જતી વખત પણ તેણે સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટમાં જીવનું જોખમ હોવાની વાત કહીને રીટ લગાવી હતી જોખમને જોયા બાદ પણ પોલીસનો સુરક્ષા ઘેરો એટલો નબળો કેમ હતો કે હત્યારા અતીક અને અશરફ પાસે પહોંચી ગયા. હત્યારાઓના પકડાયા બાદ પણ એ સવાલ જોરશોરથી ઉઠી રહ્યો છે.

આ હત્યાકાંડમાં સુંદર ભાટીનું નામ ઊછળી રહ્યું છે. તે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર છે. હત્યાના આરોપી સની અને સુંદર ભાટીની જમીરપુર જેલમાં લગભગ આવવાની વાત કહેવામાં આવી. અતીક અને અશરફની હત્યામાં પ્રયાગરાજમાં લાગવવામાં આવેલી જિગાના બંદૂક મળ્યા બાદ સુંદર ભાટી ચર્ચામાં આવ્યો. એવામાં સવાલ એ ઉઠે છે કે શું સુંદર ભાટી અને અતીક દુશ્મન હતા? જો હા તો એ દુશ્મનીનું કારણ શું હતું? સાથે ગુડ્ડુ મુસ્લિમની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હત્યાના બરાબર પહેલા અશરફ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો હતો. તેણે એટલું કહ્યું કે, મેઇન વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ..’ ત્યારબાદ ફાયરિંગ થઈ અને અતીક અને અશરફને મારી નાખવામાં આવ્યા. સવાલ એ ઉઠી રહ્યો છે કે, અશરફ ગુડ્ડુ મુસ્લિમ પર શું કહેવા માગતો હતો. અત્યાર સુધી ઉમેશ પાલ હત્યાકાંડનો આ બોમ્બબાજ પોલીસની કસ્ટડીમાં આવી શક્યો નથી. તેને લઈને ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. અતીક અને અશરફની હત્યાની સુપારી આપવાની વાત સામે આવી રહી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રણેય હત્યારાઓને અતીક અને અશરફની હત્યાની સુપારી મળી હતી. ત્રણેયને 10-10 લાખ રૂપિયા આપવાની વાત સામે આવી છે. જો સુપારી આપવામાં આવી હતી તો પછી હત્યારાઓની પ્લાનિંગ આટલી નબળી કઈ રીતે હોય શકે છે? કોઈ પણ સુપારી કીલર પોતાનો જીવ જોખમમાં નાખીને મીડિયાના કેમેરાઓ સામે અતીક અને અશરફની હત્યા કરવા જશે? આ સવાલ પણ આ ખુલાસા સાથે ઉઠવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp