અતીકે પોતાના પર જ હુમલો કરવાની સાજિશ રચેલી, ગુડ્ડને કામ સોંપેલુ: પોલીસ

PC: businesstoday.in

માફિયા ડોન અતીક અહેમદની હત્યા મામલે ઉત્તર પ્રદેશની પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે તેમની તપાસમાં દાવો કર્યો છે કે કસ્ટડીમાં અતીક અહેમદે પોતાના પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. તે ફાયરીંગ અને બોમ્બ ધડાકા કરીને પોતાની સુરક્ષા મજબૂત કરવા માંગતો હતો. તેને લાગ્યું કે હુમલાના નાટક પછી ન તો અન્ય કોઈ તેને મારી શકશે કે ન તો પોલીસ એન્કાઉન્ટર કરી શકશે. આ માટે તેણે પોતાના ખાસ શૂટર ગુડ્ડુ મુસ્લિમને જવાબદારી સોંપી હતી.

ગુડ્ડુ મુસ્લિમે પૂર્વાંચલના કેટલાક બદમાશોનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે કાવતરાના ભાગ રૂપે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સાબરમતી જેલમાંથી લાવવામાં આવતી વખતે, અતીક અહેમદ પર રસ્તામાં અથવા પ્રયાગરાજમાં કોઈ જગ્યાએ હુમલો કરવામાં આવશે. આ હુમલામાં એવું નક્કી થયું હતું કે અતીક અહેમદને કોઈ નુકશાન પહોંચાડવાનું નથી.પ્લાન મુજબ નજીકથી ફાયરીંગ કરવાનું હતું અને આસપાસ બોમ્બ ફેંકવાના હતા. આના દ્વારા સંદેશ આપવાનો હતો કે અતીક અહેમદ પર તેના વિરોધીઓએ હુમલો કર્યો છે, તેથી તેની સુરક્ષા વધારવામાં આવે.

પોલીસને એ પણ જાણકારી મળી છે કે અતીક અને અશરફ પર હુમલો કરવા માટે પૂર્વાંચલથી કેટલાંક બદમાશો પ્રયાગરાજ આવ્યા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અતીક- અશરફ પર હુમલો કરનારા લવલેશ, અરૂણ અને સનીને તો અતીકની ગેંગે બોલાવ્યા નથી ને?  એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે કઇં એવું તો નથી ને કે અતીક ગેંગના કોઇક સભ્યએ હુમલાનું નાટક કરવાને બદલે અતીક અશરફને દગાથી મારવાની સોપારી આપી હોય?

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ત્રણેય શૂટર્સને ક્યાંકથી સૂચના મળી હોય અને તેમણે ડબલ ક્રોસ કર્યો હોય. પોલીસને એટલે પણ શંકા છે કે ઘટના બાદ ત્રણેય સરેન્ડર કરી લીધું હતું. જો કે, તેઓ વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે કે તેમને કોઈએ મોકલ્યા નથી. તેમણે  જ આ હત્યા કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે પોલીસ તપાસ પુરી થયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. વર્ષ 2002માં અતીક અહેમદે પોતાના પર હુમલાની યોજના બનાવી હતી. 2002 માં, કોર્ટમાં હાજરી વખતે પોલીસ કસ્ટડી દરમિયાન અતીક પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અતીકને સામાન્ય ઈજાઓ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે અતીકે પોતે આ હુમલો કરાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અતીક અહેમદની હત્યા પહેલા હોસ્પિટલના દરવાજે જ્યારે અતીકની જીપ પહોંચી ત્યારે જીપના સહારે ઉભો હતો અને હોસ્પિટલ પર 4 સેકન્ડ સુધી નજર નાંખીને પોતાનું માથું હલાવીને કઇંક ઇશારો કર્યો હતો. એ પછી જ્યારે અતીક-અશરફ હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા ત્યારે હુમલાખોરોએ મીડિયા કર્મી બનીને ફાયરીંગ કરી દીધું હતું.

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનારા શૂટરો અંગે કરવામાં આવેલી તપાસમાં એસઆઈટીએ 4 મોબાઈલ નંબર ટ્રેસ કર્યા હતા. જેમાં લવલેશ તિવારી અને અન્ય શૂટર અરુણ મૌર્યના મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે. આ નંબરોની કોલ ડિટેલ પણ SITને મળી છે. પોલીસ હવે સીડીઆર દ્વારા જાણી રહી છે કે ઘટના પહેલા શૂટરોએ કોની સાથે અને કેટલી વાર વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp