પરીક્ષાની તૈયારીથી હત્યારા કેવી રીતે બન્યા, ત્રણેયે જણાવ્યું હત્યા કરવાનું કારણ

PC: twitter.com

પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફને ગોળી મારનાર 3 હુમલાવર પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ, આ ત્રણેયએ પોલીસને જણાવ્યું કે, તેનું ઉદ્દેશ્ય પોતાનું નામ બનાવવાનું અને ગુનાની દુનિયામાં મુકામ હાંસલ કરવાનું છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય પહેલા પણ ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ રહ્યા છે અને જેલ પણ જઈ ચૂક્યા છે. એક આરોપી બાબતે જાણકારી મળી છે કે તે પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રયાગરાજ ગયો હતો, પરંતુ ધીરે ધીરે તે ગુનાની દુનિયા તરફ જતો રહ્યો.

આ ત્રણેય હુમલાખોરની ઓળખ હમીરપુરના રહેવાસી શનિ, કાસગંજના રહેવાસી અરુણ અને બાંદાનો રહેવાસી લવલેશ તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડમાં ત્રણેય લોકો ગુનેગાર છે. આ ત્રણેય જ લૂંટ, હત્યા અને આ પ્રકારના તમામ આરોપોમાં જેલ જઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ તેમની મિત્રતા થઈ. અતિક અને અશરફની હત્યા કરીને આ ત્રણેય ડોન બનવા માગે છે. ત્રણેય આરોપીઓમાંથી એક શનિએ જણાવ્યું કે, તે પ્રયાગરાજ પરીક્ષાની તૈયારી કરે છે. બાકીઓએ પણ એમ જ જણાવ્યું. સખ્તાઈથી પૂછપરછમાં આ લોકોએ પોતાની ગુનાહિત કુંડળી પણ બતાવી.

રિપોર્ટ્સ મુજબ, તેમનું કહેવું છે કે નાના-મોટા ગુનાઓમાં જેલ જવાથી નામ થઈ રહ્યું નહોતું. આ દરમિયાન ખબર પડી કે અતિક અને અશરફને મેડિકલ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવે છે. પછી આ ત્રણેયએ વિચાર્યું કે અતિકને મારી દીધો તો રાજ્યમાં નામ થઈ જશે અને જે લોકો અતિકથી ડરતા હતા, તેઓ તેમનાથી ડરશે. આ ત્રણેયએ શુક્રવારે જ હૉસ્પિટલની રેકી કરી હતી. શનિવારે આ મીડિયાકર્મી બનીને પહોંચ્યા અને તુરંત હુમલો કરી દીધો. હવે પોલીસે આ ત્રણેયના સ્થાનિક પોલીસ સ્ટેશનો સાથે સંપર્ક કરીને પણ જાણકારી માગી છે. કહેવામાં આવ્યું કે, શનિવારે રાત્રે જ પોલીસ તેમના ઘરો પર પણ પહોંચી હતી. પોલીસે તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરી.

અતિકના હત્યારા લવલેશના ઘરની જાણકારી મળી છે. તે ક્યોતરા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા યજ્ઞ કુમારે જણાવ્યું કે, તેને ટી.વી. દ્વારા ખબર પડી કે અતિક અને અશરફને ગોળી મરનારા ત્રણ આરોપીઓમાં તેનો દીકરો પણ છે. તેનું લવલેશ સાથે કોઈ લેવું-દેવું નથી. તે ક્યારે ઘરે આવે છે, ક્યારે જાય છે કંઈ ખબર નથી. 5-6 દિવસ અગાઉ તે ઘરે આવ્યો હતો. અમારી લવલેશ સાથે વર્ષોથી વાતચીત બંધ છે. તે કોઈ કામધંધો કરતો નથી. બસ આખો દિવસ નશો કરે છે એટલે પહેલાથી જ ઘરના બધા લોકોએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp