અતીક અહમદની નેટવર્થ: 11690 કરોડની સંપત્તિ, 180 તોલું સોનું અન્ય પણ ઘણું બધુ

PC: jansatta.com

ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવ આવી. બંનેને કોલ્વિન મેડિકલ કોલેજ હોસ્પિટલ તપાસ માટે માટે લઈ જવા દરમિયાન પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ગોળી મારવામાં આવી હતી. આ કેસમાં બંનેનું મોત થઈ ગયું. અતીક છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કસ્ટડીમાં હતો. તેને મોટા ભાગે સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતો હતો. આ દરમિયાન અતીકના સમાચાર આખા દેશમાં ફેલાવા લાગ્યા.

તેની હત્યા બાદ તેની બાબતે ઘણા સમાચાર આવવા લાગ્યા. હાલમાં જ અતીક અહમદની સંપત્તિ બાબતે જાણકારી સામે આવી છે. રાજનીતિમાં આવવા પહેલા અતીક માફિયા હતો. કહેવામાં આવે છે કે તેણે ખૂબ કાળી કમાણી કરી છે. સાથે જ રાજનીતિમાં આવ્યા બાદ તેની સંપત્તિમાં વધારો થતો રહ્યો. જો કે, અતીકની આખી સંપત્તિની જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ચૂંટણી અગાઉ આપેલી એફિડેવિટ અને અન્ય દસ્તાવેજોની જાણકારી આપવામાં આવી છે. આ હિસાબે અતીક અહમદ અબજો રૂપિયાનો માલિક હતો.

અતીક 5 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ પણ રહ્યો. વર્ષ 2018ની લોકસભાની ચૂંટણીમાં અતીક અહમદે નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી ક્ષેત્રથી ચૂંટણી લડી હતી. એ સમયે તેને 1000 વોટ પણ મળ્યા નહોતા. ચૂંટણી એફિડેવિટમાં અતીક અહમદે પોતાની સંપત્તિ 25 કરોડ રૂપિયાથી વધારે બતાવી હતી. ચૂંટણી પંચ પાસે ઉપક્ષિત એફિડેવિટ મુજબ અતીક અહમદ પાસે સાડા પંચ લાખ રૂપિયા રોકડ હતી. તેની પત્ની અને બાળકો પાસે સાડા 3 લાખ રૂપિયા રોકડ હતા.

અતીક પાસે અલગ અલગ બેન્કોમાં 1.3 કરોડ રૂપિયા જમા છે. અતીક પાસે પણ 5 કારો હતી. આ કારોની કિંમત 30 લાખ રૂપિયા બતાવવામાં આવી હતી. અતીક પાસે એક મારુતિ જિપ્સી, એક મહિન્દ્રા જીપ, એક પિગો જીપ, એક બજરો અને એક ટોયોટા લેન્ડ ક્રૂઝર કાર છે. અતીક પાસે સોના ચાંદીની કોઈ કમી નહોતી. તેને પોતાની એફિડેવિટમાં કહ્યું હતું કે તેની પત્ની પાસે 1.8 કિલો સોનું છે. આ સોનાની કિંમત એક કરોડ રૂપિયાથી વધારે હતી. તેની પત્ની પાસે 4 કિલો ચાંદી પણ છે. આ ચાંદીની કિંમત 3 લાખ રૂપિયા છે. અતીક વિરુદ્ધ 100 કરતા વધુ ગુના છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, પોલીસે હાલમાં જ તેના અને તેના પરિવારના સભ્યો પાસેથી 11,684 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp