અતીક સાબરમતી જેલમાંથી પણ ચલાવતો હતો વસૂલી રેકેટ, સામે આવી ચેટ

PC: republicworld.com

અતીક એહમદની ગુંડાગર્દીનો સૌથી નવો પુરાવો મળી આવ્યો છે. સાબરમતી જેલમાં બેસીને પણ અતીક લોકોને ધમકાવતો હતો. અતીકના વ્હોટ્સએપ ચેટ પરથી ખુલાસો થયો છે કે, કઈ રીતે તે જેલમાંથી વસૂલીનું રેકેટ ચલાવતો હતો. મુસ્લિમ નામના એક બિલ્ડરને અતીકે પોતાના દીકરાને પૈસા પહોંચાડવા માટે કહ્યું હતું. આ જ ચેટમાં અતીકે એવુ પણ લખ્યું હતું કે, તેના દીકરા ના ડૉક્ટર બનશે ના વકીલ બનશે.

સાબરમતી જેલમાં બંધ રહેવા દરમિયાનની અતીક એહમદની ધમકીવાળી ચેટ હવે વાયરલ થઈ રહી છે. સામે આવ્યું છે કે, સાબરમતી જેલમાંથી અતીકે વ્હોટ્સએપ કર્યો હતો. આ ચેટમાં અતીકે મુસ્લિમ નામના વ્યક્તિને ધમકી આપી હતી. તેમા અતીકે પોતાના દીકરા અસદ અને ઉમરને પૈસા આપવા માટે કહ્યું હતું. અતીકે કહ્યું હતું કે, જલ્દી પરિસ્થિતિ બદલાઈ જશે. અતીકે આ ચેટમાં એવુ પણ કહ્યું હતું કે, હું મરવાનો નથી.

પોતાની વ્હોટ્સએપ ચેટમાં અતીક જે મુસ્લિમ નામના વ્યક્તિને ધમકી આપી રહ્યો છે, તે વ્યક્તિ એક બિલ્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ અકામા બિલ્ડરનો માલિક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને લખનૌનો રહેવાસી છે. આ ચેટમાં અતીકે મુસ્લિમ નામના વ્યક્તિને ધમકી આપતા લખ્યું કે, અસદ અને ઉમરને પૈસા આપી દો. હું મરવાનો નથી. એક્સરસાઇઝ કરું છું. દોડું છું. જલ્દી પરિસ્થિતિ બદલાઈ જશે.

અતીક એહમદના વ્હોટ્સએપ મેસેજમાં લખ્યું, મુસ્લિમ સાહબ સમગ્ર ઇલાહાબાદમાં ઘણા બધાએ અમારો ફાયદો ઉઠાવ્યો પરંતુ, સૌથી વધુ તમારા ઘરે ઉઠાવ્યો. આજે તમારા જેવા ગ*#*- લોકો અમારી વિરુદ્ધ FIR કરાવી રહ્યા છે અને પોલીસની આડમાં કામ કરી રહ્યા છે. હું તમને છેલ્લીવાર સમજાવી રહ્યો છું, ખૂબ જ જલ્દી પરિસ્થિતિ બદલાઈ રહી છે. મેં શાંતિ રાખી લીધી છે. મારો કોઈ છોકરો ના ડૉક્ટર બનશે ના વકીલ બનશે અને માત્ર હિસાબ થવાનો છે અને ઇંશાઅલ્લાહ જ્યાં સુધી તમારું ઘર છે કોઈ જાનથી મારવાલાયક નથી. પરંતુ, હું એક વાયદો કરી રહ્યો છું તમને, અચ્છે, મુસ્લિમ અને મુસ્લિમના સસરા, આ ત્રણ લોકો પેટભરીને માર ખાશે.

અતીકે મુસ્લિમને ધમકી આપતા ચેટમાં લખ્યું, હું તમને છેલ્લીવાર કહી રહ્યો છું તમે મારા દીકરાને ED ED કરી રહ્યા છો, ED એ હજુ તમારા પૈસા સીઝ તો કર્યા નથી. સારું એ રહેશે કે મારા દીકરા ઉમરનો જે હિસાબ છે અને અસદે જે પૈસા આપ્યા છે, તેની અમને ઇલેક્શનમાં જરૂર છે. અમારી તમારી સાથે કોઈ દુશ્મની તો નથી, તમારા ઘરે પોતાની કિસ્મત અને પોતાની બુદ્ધિથી કમાણી કરી છે. પરંતુ, અમારા જે પૈસા છે તે અમને તાત્કાલિક આપી દો તો તે હમણા અમારા ઘણા કામમાં આવશે અને કદાચ તમારા પરથી ધ્યાન હટી જાય. ઓછાં શબ્દોમાં વધુ સમજી લો, હું હાલ મરવાનો નથી, ઇંશાઅલ્લાહ એક્સરસાઇઝ કરું છું, દોડું છું, સારું એ રહેશે કે અમને આવીને મળો. અતીક અહમદ, સાબરમતી જેલ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp