26th January selfie contest

અતિક અહમદ કેમ UP જવા નહોતો માગતો? 26 દિવસ અગાઉ જ SCનો દરવાજો ખખડાવેલો

PC: freepressjournal.in

માફિયામાંથી નેતા બનેલા અતિક અહમદને સાબરમતી જેલથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની STF ટીમ કાફલા સાથે રોડ માર્ગે નીકળી ગઇ છે. અતિકને પ્રયાગરાજ પહોંચવામાં 30 કલાક કરતા વધુ સમય લાગશે. અતિકને ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટમાં રજૂ કરવાનો છે. આ કેસમાં 28 માર્ચના રોજ નિર્ણય આવશે. જો કે, અતિક ઉત્તર પ્રદેશ જવા માગતો નહોતો. તેના માટે તેણે એક માર્ચ રોજ જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવેલો.

અતિકનું કહેવું હતું કે તેની સુરક્ષા અને જીવનું જોખમ છે. અતિક જૂન 2019થી સાબરમતી જેલમાં છે. તે ફૂલપુરથી સાંસદ પણ રહ્યો. તેને સુપ્રીમ કોર્ટના આદેશ પર ઉત્તર પ્રદેશની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે અતિકને ગુજરાતમાં હાઇ સિક્યોરિટીવાળી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. ત્યારે દેવરિયા જેલમાં બંધ અતિક પર રિયલ એસ્ટેટના બિઝનેસમેન મોહિત જયસવાલના અપહરણ અને મારમારીનો આરોપ લાગ્યો હતો.

ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, અતિક હાલમાં ઉમેશ પાલ હત્યાકાંડ સહિત 100 કરતા વધુ ગુનાહિત કેસોમાં નામિત છે. તે 24 ફેબ્રુઆરી 2005માં BSP ધારાસભ્ય રાજૂ પાલની હત્યામાં પણ મુખ્ય આરોપી છે. રાજુની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હાલમાં 24 ફેબ્રુઆરીના રોજ રાજૂ પાલ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી. તેમાં અતિક અને તેની ગેંગે અંજામ આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને અતિક અને તેના સમર્થકો પણ શકંજો કસી રહી છે. આ દરમિયાન અતિકે માર્ચની શરૂઆતમાં સુરક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અતિકે દાવો કર્યો હતો કે તેને અને તેના પરિવારને પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપીના રૂપમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેને નકલી ઘર્ષણમાં મોતને ઘાટ ઉતારી શકાય છે. ઉત્તર પ્રદેશ પોલીસ તેને અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવા માટે તેની ટ્રાન્ઝિટ રિમાન્ડ અને પોલીસ રિમાન્ડની માગ કરી રહી છે. અતિકે આગળ કહ્યું કે, તેને વાસ્તવમાં આશંકા છે કે એ ટ્રાન્ઝિટ અવધિ દરમિયાન તેને મોતને ઘાટ ઉતારી શકાય છે. આ અગાઉ અતિકને પ્રયાગરાજ લઇ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ રવિવારે સાબરમતી જેલ પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક આરોપી છે.

એ કેસમાં અતિકને 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો છે. પ્રયાગરાજ પોલીસ કમિશનર રામિત શર્મા જણાવ્યું કે પ્રયાગરાજની કોર્ટમાં કેસમાં આદેશ પાસ થવાનો છે. બધા કમિશનરોને નિર્ણયની તારીખ પર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને પછી પાછા તેમને સંબંધિત જેલોમાં મોકલી દેવામાં આવશે. અતિક પર 100 કરતા વધુ કેસ છે. પ્રયાગરાજની MP-MLA કોર્ટે 23 માર્ચના રોજ સુનાવણી પૂરી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો અને અતિકને રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટનો નિર્ણય 28 માર્ચે આવવાનો છે. અતિક દોષી હોવાનું જાણવા મળ્યું છે અને સજા સંભળાવવામાં આવી તો એ પહેલો કેસ હશે જેમાં તેને સજા મળશે. અતિકે સુપ્રીમ કોર્ટને અમદાવાદ જેલથી ઉત્તર પ્રદેશ ન લઇ જવાની માગણી કરી હતી. તેણે કહ્યું કે, તેને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા કેસોની સુનાવણી માટે ગુજરાત બહાર ન મોકલવામાં આવે. તેની સુરક્ષા અને જીવનું જોખમ છે. ઉત્તર પ્રદેશ સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એમ લાગે છે કે તેનું નકલી એન્કાઉન્ટર કરી શકાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માફિયા અને આરોપીઓને માટીમાં મળાવી દેવાની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp