અતીકની બેગમે CM યોગીને લખેલી ચિઠ્ઠી બહાર આવી, જાણો શું લખ્યું છે તેમાં

PC: starsunfolded.com

માફિયા અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીનની કથિત રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પર લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં શાઇસ્તા પરવીન લખી રહી છે કે તેના પતિ અતીક આમદ અને દિયર અશરફ અહમદ વિરુદ્ધ ગંભીર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમને મારી પણ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ચિઠ્ઠીને લઈને દાવો છે કે, આ શાઇસ્તા પરવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે લખી હતી.

જેમાં તેના પતિ અતીક અહમદ અને પરિવારના અન્ય સભ્યોને 24 ફેબ્રુઆરી 2023ના રોજ થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં નામિત કરવાને પાયાવિહોણા બતાવતા તેને ગંભીર ષડયંત્ર બતાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે, મહોદય તારીખ 24 ફેબ્રુઆરી 2023ના રોજ એક અત્યંત દુઃખદ ઘટનામાં શ્રી ઉમેશ પાલ અને તેના પોલીસકર્મીની ધોળા દિવસે હત્યા થઈ ગઈ, ઉપરોક્ત ઘટનામાં વાદી કેસ દ્વારા મારા પતિ શ્રી અતીક અહમદ જે અમદાવાદ જેલમાં મે 2019થી બંધ છે, મારો દિયર ખાલીદ અજીમ ઉર્ફ અશરફ જે વર્ષ 2020થી ઉત્તર પ્રદેશની બરેલી જેલમાં બંધ છે.

તેણે આગળ લખ્યું કે, મને અને મારા પુત્રો સહિત 9 લોકોને નામિત કરતા FIR કરવામાં આવી છે. મારો પતિ, મારો દિયર અને જેલમાં બંધ મારા પુત્ર અલી અને ઉમર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. CCTV ફૂટેજન આધાર પર મારા દીકરા અલીને શૂટર બતાવવામાં આવ્યો, જ્યારે આ આરોપ પાયાવિહોણો છે. કથિત વાયરલ વીડિયોમાં શાઇસ્તા પરવીને લખ્યું કે, તેને એક રાજનૈતિક ષડયંત્ર કરાર આપ્યો. શાઇસ્તાએ લખ્યું કે, મારા પતિ અને દિયર પાસે એવું કોઈ ઉદ્દેશ્ય નહોતું, જેના કારણે તેઓ ઉમેશ પાલની હત્યા કરાવતા.

આ એક ગંભીર ષડયંત્ર છે અને તેનો પર્દાફાસ નિષ્પક્ષ તપાસથી જ સંભવ છે. પ્રયાગરાજ પોલીસ તમારા મંત્રીના દબાવમાં કામ કરી રહી છે. મારો પતિ અને દિયરને રીમાન્ડના બહાને લાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ચિઠ્ઠીમાં શાઇસ્તાએ પ્રયાગરાજ પોલીસ પર પણ ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેણે આગળ લખ્યું કે, મુખ્યમંત્રીજી વિધાનસભામાં તમારા દ્વારા આપવામાં આવેલા ‘મિટ્ટી મેં મિલા દેંગે’વાળા નિવેદનથી આ ષડયંત્રને અંજામ આપવાનું પૂરું ઉદ્દેશ્ય મળી ગયું છે, જો તમે દાખલઅંદાજી ન કરી તો મારા પતિ અને પુત્રોની હત્યા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp