અતીકના એક દીકરાનું થઈ જશે એનકાઉન્ટરઃ રામગોપાલ યાદવનો મોટો દાવો

PC: indiatvnews.com

ઉમેશ પાલ મર્ડર કેસમાં સામેલ લોકો વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે લોકોનું એન્કાઉન્ટર કરવામાં આવી ચુક્યુ છે. આ કેસમાં માફિયા અતીક એહમદના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને અખિલેશ યાદવના કાકા રામગોપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે, જ્યારે અસલ આરોપી નથી મળી રહ્યો તો પ્રેશર ઉપરથી જ છે કે મારો, જે પકડમાં આવી જશે તેને મારીશું. હાલ તો અતીકના છોકરાને પકડી લેવામાં આવ્યા, તેમાંથી એકની હત્યા થઈ જશે.

રામગોપાલ યાદવે ઉમેશ પાલ હત્યાકાંડ મામલામાં યૂપી સરકાર અને પોલીસ પ્રશાસન પર નિશાનો સાધ્યો છે. રામગોપાલ યાદવે કહ્યું કે, પ્રયાગરાજ હત્યાકાંડ મામલામાં અતીક એહમદના છોકરાને પકડી લેવામાં આવ્યો છે. તેમાંથી પણ એકની હત્યા થઈ જશે. વ્યક્તિને જીવનનો મૌલિક અધિકાર છે. કોઈનું જીવન લઈ ના શકાય.

સપા નેતા રામગોપાલ યાદવે કહ્યું કે, આજે નહીં તો કાલે બીજી વ્યવસ્થા બનશે. નકલી એનકાઉન્ટર કરનારા લોકો નેતા છે. તેઓ બધા જ બચી જાય છે પરંતુ, અધિકારી ફસાઈ જાય છે. તેમના પર હત્યાનો કેસ પણ દાખલ થશે. અતીક એહમદની પત્નીએ પહેલા પણ કોર્ટમાં કહ્યું છે કે, દીકરાને પોલીસ પકડીને લઈ ગઈ છે. તેમનું નકલી એનકાઉન્ટર થશે. તેમણે એવુ પણ કહ્યું છે કે, લોકસભા ચૂંટણી 2021ને લઈને અમે લોકો તૈયાર છીએ. શું રણનીતિ છે હાલ તે નહીં જણાવીશું. આ હોળીના પર્વ પર નેતાજીની ઉણપ સૌને વર્તાશે.

ઉલ્લેખનીય છે કે, હાલમા જ રાજૂ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યા થઈ ગઈ હતી. તેનો આરોપ સાબરમતીની જેલમાં બંધ માફિયા અતીક એહમદ અને તેના માણસો પર લાગ્યો હતો. યૂપી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન મુઠભેડમાં આ કેસ સાથે સંકળાયેલા બે લોકોનું એનકાઉન્ટર કરવામાં આવી ચુક્યુ છે. શૂટરોએ જે ક્રેટા ગાડીનો ઉપયોગ કરીને ઉમેશ પાલ પર હુમલો કર્યો હતો, તે ગાડી અરબાઝ જ ચલાવી રહ્યો હતો. ચકિયા ક્ષેત્રમાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર જપ્ત કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબરની મદદથી પોલીસ આરોપી અરબાઝ સુધી પહોંચી ગઈ.

પીપલ ગામ વિસ્તારમાં અરબાઝ સંતાયો હોવાની સૂચના પર પોલીસે ઘેરાબંધી કરી. પોલીસને જોઈ અરબાઝે ફાયરિંગ કર્યું. જવાબી ફાયરિંગમાં અરમાનનું એનકાઉન્ટર કરવામાં આવ્યું. મુઠભેડમાં ઘૂમનગંજ ઈન્સપેક્ટરના જમણા હાથમાં પણ ગોળી વાગી હતી. મામલામાં હાલ વોન્ટેડ ઘણા આરોપી ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp