અતીકને જોવા સરેન્ડર કરી શકે છે પત્ની, કોર્ટ બહાર પોલીસના ધામા, પહેલા જ પકડી....

PC: abplive.com

અતીક અહમદ અને અશરફની હત્યા બાદ આજે તેને સુપુર્દ-એ-ખાક કરવાની તૈયારી છે, પરંતુ એ અગાઉ શાઈસ્તા પરવીન આત્મસમર્પણ કરી શકે છે. અતિકની પત્ની શાઈસ્તા પણ ઉમેશ પાલ મર્ડર કેસમાં ષડયંત્રકારી તરીકે ફરાર આરોપી છે. તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ છે. રિપોર્ટ્સ મુજબ, પતિ અને દિયરની હત્યા બાદ શાઈસ્તા દફન અગાઉ તેમનો ચહેરો જોવા માગે છે. તેના માટે તેણે સરેન્ડર કરવું જ પડશે. શાઈસ્તાના સરેન્ડરની આશંકાને ધ્યાનમાં લઈને સાવધાન થયેલી પોલીસે CJM કોર્ટને છાવણીમાં બદલી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે કચેરી અને આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની હત્યા બાદ જ શાઈસ્તા પરવીન ફરાર છે. પોલીસે માફિયાની પત્ની ઉપર 50 હજાર રૂપિયાની ઈનામ જાહેર કરી રાખ્યું છે, 13 એપ્રિલના રોજ પુત્ર અસદના એનકાઉન્ટર બાદ પણ શાઈસ્તા સામે આવી નહોતી, પરંતુ શનિવારે કોલ્વિન હૉસ્પિટલ પરિસરમાં અતીક અને દિયર અશરફની હત્યા બાદ શાઈસ્તા સરેન્ડર કરવાની જાણકારી મળી રહી છે.

આ દરમિયાન અતીક અને અશરફની હત્યાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી છે. શનિવારે મોડી રાત્રે અતિક અને અશરફની હત્યા બાદ જ ત્રણેય આરોપીઓની પૂછપરછ થઈ રહી હતી. રિપોર્ટ્સ મુજબ, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેમણે મોટા ડોન બનવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે. બીજી તરફ અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ અગાઉ એક્સ-રે કરાવવામાં આવ્યું છે. કસારી મસારી કબ્રસ્તાન લઈ જવામાં આવશે, જ્યાં સદની કબર પાસે જ તેને પણ દફન કરવામાં આવશે.

અતીકની પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે, પત્ની શાઈસ્તાને મેયરની ચૂંટણી લડવા અને બહુજન સમાજ પાર્ટી (BSP)માં સામેલ થવા તેણે કહ્યું હતું. તે પાર્ટી જોઇન્ટ કરતા જ અતિકે રૂપિયાઓની વ્યવસ્થા કરવાની શરૂઆત પણ કરી દીધી હતી. એ હેઠળ તેણે વર્તમાનમાં લખનૌમાં રહેતા મો. મુસ્લિમ પાસેથી 80 લાખ રૂપિયા લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp