ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના ઘર પર હુમલો, આ લોકો પર લાગ્યો આરોપ

PC: rightnewsindia.com

ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલો થયો છે. હુમલાખોરોએ તેમના ઘરની આસપાસની દુકાનોમાં પણ આગચંપી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. બદમાશોએ કારમાં તોડફોડ કરતા કાચ તોડી નાખ્યા હતા. CPMના કાર્યકરો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. જે પૂર્વ CMના ઘર પર હુમલો થયો છે તે ગોમતી જિલ્લાના ઉદયપુર સબ-ડિવિઝનના જામજુરીમાં આવેલું છે.

BJP સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે, બિપ્લબ દેબના પિતા સ્વર્ગસ્થ હિરુધન દેબની યાદમાં અહીં વાર્ષિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ તેના એક દિવસ પહેલા જ કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ નહોતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન પાર્ટીના ઝંડા તોડી નાખવામાં આવ્યા હતા. આ પછી એક દુકાન અને કેટલાક વાહનોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી હતી.

ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન BJPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ કેટલાક લોકો આ ઘટના પાછળ CPM કાર્યકર્તાઓનું ષડયંત્ર જણાવી રહ્યા છે.

ભીડમાં હુમલાનો ભોગ બનેલા પૂજારી જિતેન્દ્ર કૌશિકે જણાવ્યું કે, 'હું મા ત્રિપુરા સુંદરી મંદિરના દર્શન કરવા આવ્યો હતો. હું બુધવારે યોજાનાર યજ્ઞની તૈયારીઓ જોવા મારા ગુરુદેવજીની સૂચનાથી અહીં આવ્યો હતો, ત્યારે અચાનક એક ટોળું આવ્યું અને મારા પર હુમલો કર્યો અને મારા વાહનની તોડફોડ કરી. આસપાસના લોકો અને સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, 15 મે 2022ના રોજ બિપ્લબ દેબના સ્થાને માણિક સાહાને ત્રિપુરાના CM બનાવવામાં આવ્યા હતા. અગાઉ, એપ્રિલ 2022માં, માણિક સાહા ત્રિપુરાની માત્ર એક રાજ્યસભા બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ એપ્રિલ 2028માં પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા રાજકીય ઉથલપાથલ થઈ હતી.

સપ્ટેમ્બર 2021માં, બિપ્લબ દેબ વિવાદોમાં ફસાઈ ગયા. ત્યારબાદ તેમના પર ન્યાયતંત્રની 'મજાક' કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને CM મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ દેબ પર પોતાનું નિવેદન ટ્વીટ કરતા નિશાન સાધ્યું હતું. ત્રિપુરા સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનના દ્વિવાર્ષિક સંમેલનને સંબોધતા, તત્કાલિન CM બિપ્લબ દેબે સિવિલ સેવકોને વિનંતી કરી હતી કે, તેઓ તેમના કામના માર્ગમાં ન્યાયતંત્રનો ડર ન આવવા દે.

આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ વિપક્ષી દળોએ બિપ્લબ દેબ પર પ્રહારો કર્યા હતા. ટ્વિટર પર પ્રહાર કરતાં TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, તેમણે લોકશાહીની શરમજનક મજાક ઉડાવી, માનનીય ન્યાયતંત્રની મજાક ઉડાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp