મસ્જિદમાં ઘૂસ્યા હથિયારધારી 15 બદમાશ, નમાઝ વાંચતા લોકો પર હુમલો

PC: aajtak.in

હરિયાણાના સોનીપતમાં એક મસ્જિદમાં હથિયારધારી લોકોએ હુમલો કરી દીધો હતો. આરોપ છે કે, હુમલાવરોએ નમાજ પડી રહેલા લોકો પર પ્રહાર કરી દીધો. આ દરમિયાન મસ્જિદમાં પણ તોડફોડ કરવામાં આવી. પોલીસે 18 નામિત સહિત 19 લોકો પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના સોનીપતના સાંદલ કલા ગામની છે. અહી મુસ્લિમ સમુદાયે ગામમાં નમાજ પડવા માટે નાનકડી મસ્જિદ બનાવી છે. આરોપ છે કે, અહી 15-20 હથિયારધારી હુમલાવરોએ મોડી રાત્રે નમાજ પડી રહેલા લોકો પર હુમલો કરી દીધો.

હુમલો કરનારા લોકો ગામના જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે હુમલાનું કારણ સામે આવ્યું નથી. આરોપ છે કે હુમલો કરનારા યુવકોએ મસ્જિદમાં તોડફોડ પણ કરી. હુમલો કરનારા કેટલાક યુવકોની તસવીરો પણ સામે આવી છે. તેમાં યુવક હાથોમાં લાકડી-દંડા લઈને ગામની ગલીઓમાં ફરતા નજરે પડી રહ્યા છે. સોનીપત બડા ઇન્ડસ્ટ્રિયલ એરિયા પોલીસ સ્ટેશને આ ઘટનામાં કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઇજાગ્રસ્તોને સોનીપત સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

બીજી તરફ આ ઘટના બાદ સાંદલ કલામાં તણાવનો માહોલ છે. એવામાં ગામમાં પોલીસની તૈનાતી કરવામાં આવી. સાંદલ કલા મસ્જિદમાં ઈમામ મોહમ્મદ કૌશરે જણાવ્યું કે, આમારો કોઈ સાથે કોઈ ઝઘડો થયો નથી. રમઝાન ચાલી રહ્યો છે. એવામાં અમે લોકો નમાજ પડી રહ્યા હતા. ત્યારે ગામના યુવક ઘૂસી ગયા અને તેમણે હુમલો કરી દીધો. હુમલા દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકોને પણ ન છોડ્યા. આ હુમલામાં ઘણા લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

વિશેષ સમુદાયના લોકો પર થયેલા હુમલા બાદ સાંદલ કલામાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ ગામમાં તૈનાતી કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ સોનીપત બડી ઇન્ડસ્ટ્રી એરિયા પોલીસ સ્ટેશનની પોલીસ કાર રહી છે. ઘટનામાં અત્યાર સુધી કોઈ ધરપકડની જાણકારી સામે આવી નથી. એક રિપોર્ટ મુજબ, હુમલા દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. હુમલામાં સાંદલ કલા ગામના રહેવાસી ઇસ્તાક અલી, અલામેર, સાબિર, ફરયાદ, અંસાર અલી, જૂલે ખાં, અલિતાબ, નરગિસ અને જરીનાને નાગરિક હૉસ્પિટલ સોનીપતમાં સારવાર અપાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp