ઓસ્ટ્રેલિયાના PM અલ્બનીઝ કહે- ભારત વિના દુનિયા નહીં કાઢી શકે આ પડકારનું સમાધાન

PC: twitter.com/AlboMP

ભારતના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ભારતની મિત્રતા દુનિયાએ જોઈ અને માની છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે ક્રિકેટના મેદાનથી દુનિયાને આ મિત્રતાનો સંદેશ આપ્યો છે, તેનાથી ચીન જેવા દેશને મરચું લાગ્યું હશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે દુનિયામાં ભારતનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતને કેન્દ્રમાં રાખ્યા વિના જળવાયુ પડકારોનું સમાધાન નહીં થઈ શકે.

તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાએ ન માત્ર રક્ષા અને સુરક્ષાની બાબતે, પરંતુ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પણ ઉપસ્થિત રણનૈતિક પાર્ટનર બનવાની આવશ્યકતા છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે શુક્રવારે કહ્યું કે, ભારત ‘ગ્લોબલ સાઉથ’માં નેતૃત્વ પ્રદાન કરવાની સારી સ્થિતિમાં છે. ભારતને કેન્દ્રમાં રાખ્યા વિના જળવાયુ પડકારોનું સમાધાન નહીં થઈ શકે. ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT) દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા એન્થની અલ્બનીઝે ‘સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા રિલેશન’ના પહેલા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના રૂપમાં ટિમ થોમસ વરણીની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, ભારત ગ્લોબલ સાઉથમાં નેતૃત્વ પ્રદાન કરવા માટે એક સારી સ્થિતિમાં છે. ભારતને કેન્દ્રમાં રાખ્યા વિના જળવાયુ પડકારોનું સમાધાન નહીં થઈ શકે. ઓસ્ટ્રેલિયા પોતાના સ્થાનને જોતા એક રીનેવેબલ એનર્જી મહાશક્તિ બની જશે. ભારત પણ બનશે અને એટલે સહયોગ કરવા અને એક સાથે કામ કરવા માટે ખૂબ સારો અવસર છે. ભારત માટે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવા સંબંધિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ લક્ષ્યની વૈશ્વિક ઉર્જા પરિવર્તનનો ગાઢ પ્રભાવ પડશે.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા પ્રાકૃતિક સંસાધનો, મહત્ત્વપૂર્ણ પૃથ્વી ખનીજોથી સમૃદ્ધ છે જે એ ઊર્જાના ઉત્પાદનમાં મદદ કરી હકે છે. એટલે આ પાર્ટનરશિપ ભારતને વધતી ઉર્જાની માગ પૂરી કરવામાં મમદદ કરશે. સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા રિલેશન્સ’ બાબતે વાત કરતા અલ્બનીઝે કહ્યું કે, સરકારો, ઉદ્યોગ, શિક્ષણ જગત અને સમુદાય વચ્ચે ઓસ્ટ્રેલિયા ભારત સંબંધની વધુ સમજ બનાવવા માટે કામ કરશે.

દુનિયામાં (આજે) ભારત બાબતે નજરિયો 1991ની તુલનામાં ખૂબ અલગ છે, જ્યારે મેં પહેલી વખત દેશનો પ્રવાસ કર્યો હતો. અલ્બનીઝે કહ્યું કે, ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એક સ્વાભાવિક આગેવાન છે અને દુનિયાની સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સ્વાભાવિક પાર્ટનર છે. સારા ભવિષ્ય માટે આપણે એક સાથે મળીને હજુ વધારે પ્રયાસ કરી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp