ઓસ્ટ્રેલિયન PM સાથે ટેસ્ટ મેચ જોવા પહોંચ્યા PM મોદી, જુઓ ફોટો-વીડિયો

PC: espncricinfo.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે ટેસ્ટ મેચ જોવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખાસ રથથી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત 2-1થી આગળ છે. છેલ્લી મેચ આજથી રમાઈ રહી છે. મેચ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થની અલ્બાનીઝે એક ખાસ રથમાં સવાર થઈને સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રોજર બિન્ની અને BCCI સચિવ જાય શાહે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્ટેડિયમથી રાજભવન જશે.

અહીથી બપોરે 2:00 વાગ્યે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ મેચને લઈને મેટ્રોની ટાયમિંગ અને ફ્રિક્વેન્સી બંનેમાં બદલાવ કરવામાં આવ્યો છે.

મેટ્રોની ટાયમિંગમાં 9-13 માર્ચ વચ્ચે બદલાવ કરવામાં આવ્યો છે. આજે મેટ્રોની ફ્રિક્વેન્સી એવી રહેશે. મેટ્રો આજે સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલશે. સાથે જ 12 મિનિટની ફ્રિક્વેન્સી સેટ કરવામાં આવી છે એટલે કે દરેક 12 મિનિટમાં તમને મેટ્રો મળી શકે છે.

એ સિવાય 10-13 માર્ચ દરમિયાન મેટ્રોની ટાયમિંગ સવારે 7:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી રાખવામાં આવી છે. એન્થની અલ્બાનીઝ હાલમાં ભારતના 4 દિવસીય પ્રવાસ પર છે.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે બુધવારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને ભારતની પોતાના પહેલા પ્રવાસન પહેલા દિવસે રાજભવનમાં હોળી રમી હતી. તેઓ સાંજે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર પહોંચ્યા અને સીધા મહાત્મા ગાંધીના આશ્રમે પહોંચ્યા હતા. એન્થની અલ્બાનીઝ ભારતના 4 દિવસીય પ્રવાસે છે.

રાજભવન માટે રવાના થવા અગાઉ પુસ્તકમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યું કે, મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લેવી, તેમને શ્રદ્ધાંજલિ આપવી એજ મોટા સન્માનની વાત છે, જેમના દર્શન અને જીવન મૂલ્ય આજે પણ દુનિયાને પ્રેરિત કરે છે.

આપણે તેમના ઉદાહરણથી ઘણું બધુ શીખવાનું છે. મોડી સાંજે અલ્બાનીઝે ગાંધીનગર સ્થિત રાજભવનમાં હોળી રમી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં હોળી સમારોહ દરમિયાન તેમને રંગ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp