રીક્ષાચાલકે દીકરીના જન્મદિવસની ખુશીમાં કોઈની પાસેથી પૈસા ન લીધા

PC: fbcdn.net

સોશિયલ મીડિયાના માધ્યમે રોજ ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. અમુક તસવીરો હસાવે છે તો અમુક રડાવે છે. ફરી એકવાર એક ફોટો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકોને તેને ખૂબ શેર કરી રહ્યા છે. આ હાથ દ્વારા લખવામાં આવેલ એક જાહેરાતની તસવીર છે. જાણો શા માટે આ જાહેરાત લખનારાને લોકો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ કહી રહ્યા છે.

રીક્ષાચલક પિતાએ સૌનું દિલ જીત્યુ

સૌથી પહેલા જણાવી દઇએ કે, આ તસવીર એક રીક્ષાની પાછળ ચીપકાવવામાં આવેલ હસ્ત લિખિત જાહેરાતની છે. જેને એક પિતાએ લખી છે. રીક્ષા ચલાવી તે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ રીક્ષા ચાલકે આ જાહેરાત એક ખાસ દિવસને ધ્યાનમાં લઇ લગાવી છે. ઓટો ડ્રાઈવરની દીકરીનો જન્મ દિવસ છે. એ અવસરે પિતાએ એક ખાસ જાહેરાત લખી રીક્ષાની પાછળ લગાડી છે. તેને વાંચનારા લોકો આ રીક્ષાચાલક પિતાને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાવી રહ્યા છે.

દીકરીના જન્મદિને સૌ માટે રીક્ષા મુસાફરી ફ્રી

આ જાહેરાતમાં ઓટોચાલક પિતાએ લખ્યું છે કે, આજે તારીખ 11-8-23ના રોજ અમારી દીકરી અર્પિતા યાદવનો જન્મદિવસ છે. આ ખુશીમાં મારી રિક્ષા ફ્રી છે. કોઈ ભાડુ લેવામાં આવશે નહીં. હેપ્પી બર્થડે. લોકો આ જાહેરાત વાંચીને ભાવુક થઇ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પિતાનું દિલ કેટલું અમીર છે. સાથે જ લોકો અર્પિતાને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

આ દિલોની ચિત્રકારી, અહીં રંગ ઉડાવી તેને ભરવામાં આવે છે

આ તસવીર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. તમે પણ જુઓ લોકો આ તસવીરને લઇ કેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે... એક યૂઝરે લખ્યું કે, જરૂરી નથી કે ખિસ્સુ ભરેલું હોય તો જ ખુશી હોય. ખુશી માટે દિલ મોટું હોવું જરૂરી છે.

 

તો અન્ય એક યૂઝરે લખ્યું કે, મોદીજીથી મોટું દિલ તો આ રીક્ષાચાલકનું છે. જે પોતાની દીકરીના જન્મદિવસે સામાન્ય નાગરિકો માટે 1 દિવસ માટે ફ્રીમાં સેવા આપી રહ્યા છે. તો વધુ એક ફેસબુક યૂઝરે લખ્યું કે, આ દિલોની ચિત્રકારી છે. અહીં રંગ ઉડાવી, તેને ભરવામાં આવે છે. અર્પિતાને જન્મદિનની શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp