હવે ઓટો ચાલકનો દીકરો બનશે લેફ્ટિનન્ટ, વાંચો સફળતાની કહાની

PC: aajtak.in

બાબા વૈદ્યનાથની નગરી દેવઘરમાં હવે ઓટો રિક્ષા ચાલકનો દીકરો ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ બનશે. સેનામાં લેફ્ટિનેન્ટ પદ માટે સિલેક્ટ થયા બાદ ઓટો રિક્ષા ચાલકના ઘરમાં સેલિબ્રેશનનો માહોલ છે. દેવઘરના રહેવાસી ઓટો રિક્ષા ચાલક સંજય દુબેએ દેવઘર શહેર અને ઝારખંડનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત કર્યું છે. સચિન દુબેનું સિલેક્શન નેશનલ ડિફેન્સ અકાદમી (NDA)ના 150માં બેચમાં થયો છે. SSB ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાના પરિણામના આધાર પર આખા દેશથી કુલ 538 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે.

તેમાં સચિન દુબેએ અખિલ ભારતીય સ્તર પર 338મો રેન્ક હાંસલ કર્યો છે. આ બેચમાં સિલેક્શન થનાર સચિન દુબેએ ઝારખંડમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. તેને સેના તરફથી જોઇનિંગ લેટર પણ મળી ગયો છે. હવે સચિન દુબે ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ બનશે. આ સફળતા પર પિતા સંજય દુબેએ મીઠાઇ ખવડાવીને આ ઉપલબ્ધિનું સેલિબ્રેશન મનાવ્યું. તો તેની માતા અને ગૃહિણી બબીતા દેવીએ જણાવ્યું કે, તેના હોનહાર પુત્ર સચિન દુબેએ 10માં ધોરણ સુધીનો અભ્યાસ દેવઘર DABથી કર્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ બોકારોથી લીધું હતું. તો દીકરાએ આ સફળતાનો શ્રેય માતા-પિતા અને પરિવારને આપ્યો. સચિને જણાવ્યું કે, ક્યારેય પણ હિંમત ન હારવી જોઈએ. મહેનત કરનારાઓને સફળતા મળે જ છે. મેં પણ હિંમત ન હારી અને આજે હું સફળ થયો.

એવી જ એક અન્ય ઘટના બિહારના ધનબાદની સામે આવી છે. ધનબાદના સિંદરીના મનોહર ટાંડ વસ્તીના રહેવાસી ઓટો ચાલક બૈરવ પાલની દીકરી પ્રિયા પાલે NEETની પરીક્ષામાં 612 અંક લાવીને સફળતા હાંસલ કરી છે. આ સફળતા બાદ પ્રિયાને શુભેચ્છા પાઠવનારા લોકોની લાઇન લાગી ગઈ છે. પ્રિયાના પિતા સિંદરીમાં ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. દીકરીની આ સફળતા પર પિતા ખુશ છે. પ્રિયાએ જણાવ્યું કે, તે ડૉક્ટર બનીને દેશ અને લોકોની સેવા કરવા માગે છે.

તેણે કહ્યું કે, તે સિંદરીથી NEETની તૈયારી કરતી હતી. તેણે પોતાની સફળતાનો શ્રેય પરિવારજનો અને શિક્ષકોને આપ્યો. કહ્યું કે, શિક્ષકોએ રસ્તો દેખાડ્યો તો તેણે પરિવારજનોને સ્વતંત્ર રૂપે અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા. પ્રિયાને 98.89 પર્સન્ટાઇલ સાથે આખા ભારતમાં 22,393મો રેન્ક મળ્યો છે. તો પ્રિયાના પિતા ભૈરવ પાલે જણાવ્યું કે દીકરીની સફળતાથી અમે બધા ખુશ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp