અયોધ્યાના નરસિંહ મંદિરના મહંત ગુમ, ફોન બંધ થતા પૂજારીએ નોંધાવી ફરિયાદ

PC: bhaskar.com

નરસિંહ મંદિરના મહંત રામશરણ દાસ (ઉમર 80 વર્ષ) શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયા છે. મંદિરના પૂજારી સહિત અન્ય લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. CCTV કેમેરાનું પણ સ્કેનિંગ કરાઇ રહ્યું છે. મહંત પ્રયાગરાજના માઘ મેળામાં જવાના હતા એવી વાત સામે આવી છે. તેમની શોધખોળ માટે પોલીસ ટીમને પ્રયાગરાજ રવાના કરવામાં આવી છે. પોલીસ અધિકારી મનોજ શર્માના જણાવ્યા મુજબ, મહંત રામશરણ દાસ 11 જાન્યુઆરીના રોજ પૂજારીને એમ કહીને નીકળ્યા હતા કે, અયોધ્યાના બડી છાવની મંદિર જઇ રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નહોતા. એ દિવસથી તેમનો કોઇ અતોપતો નથી.

તેમનો ફોન સ્વિચ ઓફ છે. પૂજારીએ રવિવારે રાત્રે આ અંગે માહિતી આપી હતી. એના આધારે અયોધ્યામાં પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મહંતની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ મંદિરના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. CCTV ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. મહંતના ફોનની કોલ-ડિટેઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. મહંતને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.

18 ઓગસ્ટ, 2022ના રોજ નરસિંહ મંદિરમાં કબજો જમાવવા મુદ્દે બોમ્બધડાકાની ઘટના બની હતી. સવારે લગભગ 3:00 વાગ્યે બોમ્બ ધડાકો થયો હતો. ત્યારબાદ મંદિરના પૂજારી સહિત 6 અન્ય લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂજારીને છોડાવવા માટે અયોધ્યાના ઘણા પ્રતિષ્ઠિત સંત મહંતોએ કલાકો સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અયોધ્યા પોલીસે સંતોના હસ્તક્ષેપ બાદ આ મામલે જીવલેણ હુમલો, મંદિરની સંપત્તિ કબજો કરવા સહિત ઘણા ગંભીર કલમો હેઠળ 7 લોકો વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ હજુ પૂરી થઇ નથી. આ અંગે SPએ નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા 5 દિવસથી આ કેસની તપાસ ઝડપથી ચાલી રહી હતી.

નરસિંહ મંદિરની સુરક્ષા માટે અયોધ્યા પોલીસે બે સુરક્ષાકર્મીઓને તૈનાત કર્યા હતા છતા મહંત ગુમ થતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. તેમના ગુમ થયા બાદ મંદિરના સુરક્ષાકર્મીઓ શંકાના ઘેરામાં છે. અયોધ્યા પોલીસ સ્ટેશનના નિરીક્ષક મનોજ કુમાર બતાવે છે કે, મંદિર પાસે રહેનારા વ્યક્તિ પાસે રહેતા વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધારે ગુમ થયાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. મહંતની તપાસ માટે પૂજારી દ્વારા કહેવામાં આવેલી પ્રયાગ સ્નાનની વાતને લઇને એક ટીમને રવાના કરવામાં આવી છે. મોબાઇલ સર્વિલાન્સ CCTV ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવી છે અને તપાસમાં મળેલા તથ્યોના આધાર પર કાર્યવાહી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp