
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આરોપ લગાવ્યો છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે આઝમગઢ અને રામપુર સંસદીય સીટો પર લોકસભા ઉપચૂંટણીની પૂર્વ સંધ્યાએ વિવાદ સર્જ્યો છે. ખાનના જણાવ્યા અનુસાર, યૂપી પોલીસે લોકસભા ઉપચૂંટણીના પહેલા દિવસે રામપુરમાં સપાના લોકસભા ઉમેદવાર સાથે ‘અભદ્ર’ વ્યવહાર કર્યો. આઝમ ખાને કહ્યું કે, હું આખી રાત જાગતો રહ્યો, અમારા લોકસભા ઉમેદવાર ગંજ પોલીસ સ્ટેશન, કોતવાલી પોલીસ સ્ટેશન અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન (રામપુરમાં) ગયા હતા, સૌથી અભદ્ર વ્યવહાર ગંજ પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો, તે ખૂબ જ આક્રમક હતો, જો મતદાન ઓછું થાય તો દોષ પ્રશાસનનો રહેશે.
આઝમ ખાને કહ્યું કે, જો મતદાનની ટકાવારી ઓછી થશે, તો દોષ સરકારનો પણ છે, તેમણે આખી રાત કહેર મચાવ્યો છે. સાયરન વગાડતી જીપ શહેર (રામપુર)માં દરેક જગ્યાએ હતી, તે લોકોને પોલીસ સ્ટેશન લઈને જતા અને પછી તેમને મારતા હતા, મેં કંઈક પૈસા આપવા વિશે પણ સાંભળ્યું છે, આ શરમજનક છે.
હું એક ક્રિમિનલ છું, હું માનું છું... એ જ કારણે મારા શહેરને પણ એવું માનવામાં આવ્યું છે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે, અમારે સહન કરવું પડશે. જો મારે રહેવું હોય, તો મને સહન કરવું પડશે. નોંધનીય છે કે, આઝમ ખાન હાલમાં અનેક આપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે.
#WATCH हमसे बड़ा अपराधी कौन है? तो हमारे साथ जो चाहे करे। मुर्गी, बकरी, भैंस, पुस्तक और फर्नीचर के आरोपी है तो हमारे शहर को भी वैसा मना गया है, तो जो चाहे करे..हमें तो सहना है रहना है: लोकसभा उपचुनाव की रात पुलिस की हिंसा के बाद आजम खान,सपा नेता,रामपुर,यूपी pic.twitter.com/rZuW7UFQqP
— ANI_HindiNews (@AHindinews) June 23, 2022
આઝમગઢ ઉપચૂંટણી સપા પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામાંના કારણે થઇ રહ્યું છે, આ વર્ષની શરૂઆતમાં થયેલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે અખિલેશ યાદવ ધારાસભ્ય ચૂંટાયેલા હતા. એવી જ રીતે આઝમ ખાને પણ રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા પછી પોતાની રામપુર લોકસભા સીટ ખાલી કરી દીધી હતી.
અખિલેશ યાદવે કરહલ વિધાનસભા સીટથી ધારાસભ્યના રૂપમાં જીત મેળવી હતી, જ્યારે આઝમ ખાન રાજ્યના રામપુર નિર્વાચન ક્ષેત્રથી ચૂંટાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp