ઘરે આવવાની હતી લગ્નની જાન, ત્યાં સિલિન્ડર ફાટ્યો, દુલ્હનની મા અને ફોઈનું મોત

PC: Hardoi Marriage Function

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. કન્યાની માતા અને ફોઈ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનોની સાર સંભાળ રાખવામાં વ્યસ્ત હતા. તેઓને કંઈક ખવડાવવા બંને રસોડામાં ગયા. ત્યાં તેમણે ગેસને ચાલુ કરવા માટે જેવું માચીસ સળગાવ્યું કે તરત જ એક જોરદાર વિસ્ફોટ થયો. 

હકીકતમાં, ગેસ સિલિન્ડરમાં લીકેજ હતું. આ વિશે કોઈને કોઈ માહિતી નહોતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આગ ઝડપથી ફેલાઈ ગઈ. નણંદ અને ભાભી બંને જીવ બચાવવા બહાર દોડવા લાગ્યા. પરંતુ તેનો પગ સિલિન્ડરની પાઈપમાં ફસાઈ ગયો અને બંને ત્યાં જ પડી ગયા. આગ એટલી વધારે અને ખુબ ઝડપથી ફેલાઈ ગઈ કે બંને તેની લપેટમાં આવી ગયા અને બળીને ખાખ થઈ ગયા.

આ મામલો કોતવાલી દેહાત વિસ્તારના નીર ગામનો છે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન કેટલાક લોકોએ નણંદ અને ભાભીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેઓ પણ આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 

અધિક પોલીસ અધિક્ષક નૃપેન્દ્રએ જણાવ્યું કે, નીર ગામમાં સંજીવ સિંહ ગૌરની પુત્રીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. રવિવારે લગ્નની જાન આવવાની હતી. લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો પણ ઘરે આવી રહ્યા હતા. શનિવારે સંજીવની પત્ની 45 વર્ષીય મંજુ મહેમાનો માટે કંઈક બનાવવા રસોડામાં ગઈ હતી. 

સંજીવની બહેન શર્મિલા,(50) પણ તેની મદદ કરવા રસોડામાં પ્રવેશી. બંનેએ કંઈક બનાવવા માટે ગેસ પ્રગટાવવાનું શરૂ કર્યું. જેવી તેમણે માચીસ સળગાવી, તેની સાથે જ જોરદાર ધડાકો થયો. હકીકતમાં, ગેસ સિલિન્ડરમાં લીકેજ હતું. જેના કારણે માચીસ સળગાવતાંની સાથે જ ધડાકો થયો હતો અને આગ ઝડપથી ફેલાવા લાગી. 

નણંદ અને ભાભી બૂમો પાડવા લાગ્યા. બંને જીવ બચાવવા બહાર દોડવા લાગ્યા કે, અચાનક જ તેમનો પગ સિલિન્ડરની પાઈપમાં ફસાઈ ગયો. જેના કારણે તે બંને ત્યાં જ પડી ગયા હતા. ચીસો સાંભળીને ઘરના ઘણા લોકો ત્યાં આવી પહોંચ્યા. તેણે બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, બંને તેમાં લપેટાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

જ્યારે, તેમની મદદ કરનાર બિટ્ટા દેવી, રેણુ અને રામુ પણ આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગની આ ઘટનામાં લગ્નનો ઘણો સામાન પણ બળીને રાખ થઈ ગયો છે. 

આ બનાવથી પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કન્યા અને તેના પિતાની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ છે. આ રીતે લગ્નની ખુશી ક્ષણભરમાં શોકમાં ફેરવાઈ ગઈ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp