ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપ સરકારે આપી Y કેટેગરીની સુરક્ષા, 11 સુરક્ષાકર્મી મળશે

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘Y’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મધ્ય પ્રદેશ શાસને આ અંગે આદેશ પણ જાહેર કરી દીધો છે. તમામ રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાવધાનો અંતર્ગત પણ તેમના રાજ્યમાં ધીરેન્દ્ર ગર્ગ કૃષ્ણ શાસ્ત્રી આવે, તો તેમને Y કેટેગરીનું સિક્યોરિટી કવર આપવામાં આવે. બાબા બાગેશ્વરના દેશભરમાં થઈ રહેલા આયોજનોમાં ભેગી થઈ રહેલી ભીડને ધ્યાનમાં રાખીને તેમને આ સુરક્ષા આપવામાં આવી છે. બિહારમાં શનિવાર 13 મેથી 17 મે સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફ બાગેશ્વર બાબાનો દરબાર ચાલ્યો. આ દરમિયાન બાબ બાગેશ્વર અને તેમના ભક્તોએ ઘણા નવા કીર્તિમાન બનાવ્યા છે અને દરબારમાં અરજી લગાવવાના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા.

હનુમંત કથા દરમિયાન 30 લાખ કરતા વધુ ભક્તો પહોંચ્યા અને બિહારના લોકોએ આશરે 18 લાખ અરજીઓ લગાવી. અરજી લગાવવા માટે લાલ કપડામાં બાંધીને નારીયેળને કથાવાળા સ્થાન પર મુકવામાં આવે છે. તરેત પાલી મઠના પ્રસાદ અને નારીયેળનું વેચાણ કરનારા દુકાનદારોએ માત્ર આ બંને વસ્તુઓ દ્વારા જ 5 કરોડ રૂપિયા કરતા વધુનો વ્યવસાય કર્યો.

હિંદુ રાષ્ટ્રની માંગ કરવાની સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રસિદ્ધિ વધતી જઈ રહી છે. તેમજ, ભક્તોની પીડા અને તેનો ઉપચોર પોતાની ચિઠ્ઠીમાં પહેલાથી જ લખીને મુકી દે છે. આ કારણોથી તેમની પ્રસિદ્ધિ વધી, તો વિવાદ પણ થવા માંડ્યો. સુરતના હીરા વેપારી જનક બાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપ્યો.

કહ્યું કે, તેઓ પહેલો કાર્યક્રમ સુરતના લિંબાયતમાં કરવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમને મળવા માંગે છે. જો તેઓ પોતાના દિવ્ય દરબારમાં બધાની સામે જણાવી દેશે કે તેમના હાથમાં રાખેલા પેકેટમાં કેટલા હીરા છે તો તેઓ શાસ્ત્રીની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી લેશે. સાથે જ તેમના ચરણોમાં બે કરોડના હીરા અર્પિત કરી દેશે. જોકે, બાદમાં હીરા કારોબારી હવે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. ચેલેન્જ બાદ ઊભા થયેલા વિવાદને તેઓ હવે પૂરો કરવા માંગે છે. આ સંબંધમાં તેણે એક લેટર પણ લખ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ બાબાના માધ્યમથી BJP પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, નૌટંકી કરનારા બાબાનું BJP માર્કેટિંગ કરે છે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ ના હોવો જોઈએ. 2014ની ચૂંટણીમાં રામદેવ બાબા આવ્યા હતા જ્યારે 2019ની ચૂંટણીમાં બીજા બાબા મેદાનમાં આવ્યા હતા. હવે વધુ એક બાબા મેદાનમાં આવ્યા છે.

બાબાનો દિવ્ય દરબાર ભરાય છે, તો મારી માંગે છે કે પેપર લીક થઈ રહ્યા છે તો તે પેપર કોણ લીક કરી રહ્યું છે? બાબા જણાવે કે શિક્ષકોની અછત છે, તો આ શિક્ષકો ક્યારે સ્કૂલોમાં આવશે? બાબા એ પણ જણાવે કે મોંઘવારીમાંથી સામાન્ય લોકોને ક્યારે મુક્તિ મળશે? બાબા એ પણ જણાવો કે ખેડૂતો જે દેવામાં ડૂબ્યા છે, તેમને ન્યાય ક્યારે મળશે?

Y કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષાકર્મી સામેલ હોય છે. જેમા બે PSO (અંગત સુરક્ષાગાર્ડ) પણ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાન્ડો તહેનાત નથી હોતા.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.