બાબા કારુ ધામ મંદિરમાં છે 4 વર્ષ બાદ ખૂલી દાનપેટી, નીકળી સડેલી નોટ

PC: asianetnews.com

બિહારના સહરસા જિલ્લામાં બાબા કારુ ધામ મંદિરની દાન પેટીને લગભગ 4 વર્ષ બાદ ખોલવામાં આવી છે. તેમાં લગભગ 50 લાખ રૂપિયાની નોટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન શરૂઆતી 2 દિવસ સધી ચાલેલી ગણતરીમાં લાખો રૂપિયા મૂલ્યની નોટ સળેલી નીકળી છે. આરોપ છે કે, પ્રશાસનિક અધિકારી SDOના ધ્યાન ન આપવાના કારણે આ સ્થિતિ બની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સહરસા જિલ્લામાં ઘણા વર્ષો બાદ ફરી એક વખત બાબા કારુ ધામની દાનપેટીઓ ખોલવામાં આવી છે.

દાનપેટીમાં લગભગ 50 લાખ રૂપિયાની નોટો હોવાની શક્યતા છે. તેની ગણતરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે જે લગભગ આગામી વધુ 15 દિવસ સુધી ચાલી શકે છે. અત્યારે 2 દિવસ સુધી ચાલેલી આ ગણતરીમાં લાખો રૂપિયાની કિંમતની સળેલી નોટ નીકળી છે. આ કારણે મંદિરના પૂજારી, શ્રદ્ધાળુ સહિત સ્થાનિક લોકો ખૂબ દુઃખી છે. ઉલ્લેખનીય છે કે, મંદિર અને મંદિરની સંપત્તિને લઈને ‘ન્યાસ બોર્ડ’ રચાયેલું છે. તેના અધ્યક્ષ પ્રશાસનિક અધિકારી SDO છે, પરંતુ છેલ્લ 4 વર્ષથી તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું. આ કારણે નોટોની સ્થિતિ ખરાબ થઈ ગઈ.

મંદિર પરિસરમાં કુલ 6 દાન પેટીઓ નોટોથી ભરેલી પડી છે. તેમાંથી માત્ર એક દાનપેટીને જ અત્યારે ખોલવામાં આવી છે. તેની ગણતરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે, ત્યાં ઉપસ્થિત દંડાધિકારી રામનાથ પ્રસાદે જણાવ્યું કે, આગામી 15 દિવસ સુધી નોટોની ગણતરી ચાલુ રહેશે. તેમાં લગભગ 50 લાખ રૂપિયાથી વધુ રૂપિયા સુરક્ષિત કાઢવાની સંભાવના છે. તો મંદિરના મહંત બાબા ઉપેન્દ્ર ખિરહરનું કહેવું છે કે વર્ષ 2018 અને વર્ષ 2019 બાદ કોઈએ પણ એ તરફ ધ્યાન આપ્યું નથી.

તેમણે કહ્યું કે, તેના માટે ન્યાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે. એ છતા દેખરેખ સારી રીતે થઈ રહી નથી. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનને પાણી અને દૂધ ચડાવવા દરમિયાન તેનો કેટલોક હિસ્સો દાનપેટીમાં પડી જાય છે આ કારણે નોટોની આ સ્થિતિ થઈ છે. તો ન્યાસ બોર્ડના સચિવ બૈજાનાથ ખિરહરે કહ્યું કે, ઘણા વર્ષોથી દાનપેટીને ખોલવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે ન્યાસ બોર્ડના અધ્યક્ષ SDO હોય છે, એટલે તેમના દ્વારા જ નોટ જમા કરાવવા માટે બેંકમાં મોકલવાનું પ્રવધાન છે, પરંતુ એમ કરવામાં ન આવ્યું અને આ કારણે લાખો રૂપિયાની મૂલ્યની નોટ વેસ્ટ થઈ ગઈ.

સંત શિરોમણી કારુ બાબાનું આ મંદિર કોસી નદીના કિનારે વસેલું છે. આ મંદિરની પ્રસિદ્ધિ સીમા પેલે પાર નેપાળ સુધી છે. દર વર્ષે મોટી સંખ્યામાં બંને દેશના શ્રદ્ધાળુ મનોકામના પૂર્ણ કરવા માટે પૂજા-પાઠ કરે છે. અહી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં પ્રવેશ અગાઉ લોકો કોસીમાં સ્નાન કરે છે, પછી મંદિરમાં પ્રવેશ કરે છે. બાબા કારુ ધામ મંદિર પશુ દેવતના રૂપમાં પણ વિખ્યાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp