બાબા રામદેવનો દાવો- કોવિડ મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

PC: freepressjournal.in

યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો કે દેશમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા છે. જો કે, મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી અને કેન્સરના કેસો વધવા એક સામાન્ય ઘટના છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, રામદેવે ગોવામાં એક સભાને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી, તેમની સાથે મંચ પર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, કોરોના મહામારી બાદ કેન્સરના કેસ ઘણા વધી ગયા છે. કોરોના બાદ લોકોએ પોતાની આંખની રોશની, સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે.

રામદેવે કહ્યું કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બને. એ જ મારું સપનું છે કે ગોવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક કેન્દ્ર તરીકે સ્થાપિત થાય. તેમણે હોટલ ઉદ્યોગને આગ્રહ કર્યો કે તેઓ પોતાના પ્રતિષ્ઠાનોમાં આયુર્વેદના પાંચ ચરણોવાળી ડિટોક્સ થેરેપી ‘પંચકર્મ’ શરૂ કરે અને તેની સાથે રહેતા પર્યટકોને યોગનો પરિચય કરાવે. તેમણે કહ્યું કે, ગોવા માત્ર ખાવા-પીવાનો અડ્ડો ન હોવો જોઈએ, જીવન માત્ર ખાવું-પીવું અને મરવાનું નથી.

જો કે, જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉ. સાલકરે કહ્યું કે કેન્સરના કેસ વાર્ષિક 5 ટકા વધી રહ્યા છે અને તેનું કોરોના મહામારી સાથે કોઈ લેવું-દેવું નથી. ઓન્કોલોજિસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગોવા યુનિટના પૂર્વ પ્રમુખ ડૉ. શેખર સાલકરે કહ્યું કે, દુનિયાભરમાં વસ્તીમાં વધારા સાથે કેન્સરના કેસોની સંખ્યા વધી રહી છે. કેન્સરના કેસો ઓછા થવાના નથી, પરંતુ તમે તેના માટે કોરોના મહામારીને જવાબદાર ઠેરવી નહીં શકો. તેમણે બાબા રામદેવનું નામ લીધા વિના કહ્યું કે, સેલિબ્રિટીઓએ જવાબદારીપૂર્વક નિવેદન આપવું જોઈએ કેમ કે લોકોને તેમની વાતો પર ભરોસો હોય છે.

ડૉક્ટર સાલકરે કહ્યું કે, ભારતમાં પ્રતિ લાખની વસ્તી પર 104 કેન્સરના દર્દી છે, વર્ષ 2018માં પ્રતિ લાખ 85 દર્દીઓની વૃદ્ધિ થઈ છે, પરંતુ સાથે જ આપણે અમેરિકાની તુલનામાં ખૂબ સારા છીએ, જેનો દર પ્રતિ લાખ 500 દર્દીઓને પાર કરી રહ્યો છે. ડૉ. સાલકર ગોવા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચિકિત્સા સેલના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું કે, જો આપણે પોતાની જીવન શૈલી સારી કરતા નથી, તો ભારત અમેરિકન કેન્સર દરને પાર કરી શકીએ છીએ. સર્જકલ ઓન્કોલોજીસ્ટ ડૉ. શ્રધરન એન.એ પણ કહ્યું કે, કેન્સરના દર્દીઓની સંખ્યામાં 5 ટકાની વૃદ્ધિ એક સામાન્ય ઘટના છે, પરંતુ એવા કોઈ ડેટા નથી, જેથી એ સાબિત થાય કે કોરોના બાદ કેન્સરના કેસ વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp